ETV Bharat / city

Corona In Gujarat: વધતા કોરોના કેસો વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન - 17 શહેરોમાં રાત્રી કર્ફ્યુ - ગુજરાતમાં કોરોના દરમિયાન ઓફલાઈન શિક્ષણ

રાજ્યમાં કોરોના (Corona In Gujarat) ગંભીર સ્થિતિને જોતા 17 શહેરોમાં રાત્રી કર્ફ્યુ (Night Curfew In Gujarat) લગાવવામાં આવ્યો છે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો લગ્ન પ્રસંગ સહિતના સામાજિક અને અન્ય કાર્યક્રમોમાં 150 લોકોની મર્યાદા યથાવત રાખવામાં આવી છે.

Corona In Gujarat: વધતા કોરોના કેસો વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન - 17 શહેરોમાં રાત્રી કર્ફ્યુ, લગ્નવાળાઓ માટે રાહત

author img

By

Published : Jan 21, 2022, 8:43 PM IST

ગાંધીનગર: રાજ્યમાં સતત કોરોના સંક્રમણ (Corona In Gujarat) વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 22 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહેલી ગાઈડલાઈન (Corona Guidelines Gujarat)ને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

લગ્ન પ્રસંગવાળા ઘરોને રાહત થઈ

નવી ગાઈડલાઈન પ્રમાણે ફક્ત 17 શહેરોમાં રાત્રી કર્ફ્યુ (Night Curfew In Gujarat) ઉમેરવામાં આવ્યો છે. જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે તેમને ખાસ ચિંતા હતી, જો કે રાજ્ય સરકારે લગ્નમાં 150 લોકોની મર્યાદા યથાવત રાખતા લગ્ન પ્રસંગવાળા પરિવારોને રાહત મળી છે. આ નવી SOP 29 જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે. રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તાર જેવા કે અમદાવાદ (Night Curfew In Ahmedabad), વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં રાત્રીના 10:00થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. આ સાથે જ આણંદ શહેર અને નડિયાદમાં પણ રાત્રી કર્ફ્યુ રાત (Night Curfew In Nadiad)ના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.

હોટલો 75 ટકા કેપિસિટી સાથે રાત્રે 10 વાગ્યા સુધી ચાલું રાખી શકાશે

8 મહાનગરપાલિકા વિસ્તાર અને આણંદ તથા નડીયાદ શહેરમાં વ્યાપારી ગતિવિધિ રાત્રીના 10 કલાક સુધી ચાલું રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટમાં બેઠકના 75 ટકા સાથે રાત્રીના 10 કલાક સુધી ચાલું રાખી શકાશે, જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટમાં હોમ ડિલિવરી 24 કલાક સુધી ચાલું રાખી શકાશે. સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લામાં વધુમાં વધુ 150 વ્યક્તિ, પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા, પરંતુ 150ની ક્ષમતામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

ST બસો 75 ટકા કેપિસિટી સાથે ચાલું રાખી શકાશે

તો અંતિમવિધિમાં 100 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. પબ્લિક અને પ્રાઇવેટ બસ (Bus Service During Corona In Gujarat), નોન એસી બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે જ્યારે એસ.ટી બસમાં પણ 75 ટકા પેસેન્જર કેપેસિટી સાથે ચાલું રહેશે. ઉપરાંત બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં પેસેન્જરોએ ટિકિટ બતાવવી ફરજિયાત રહેશે. સિનેમાહોલ, જીમ, વોટરપાર્ક, સ્વીમિંગ પુલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ, હોલ, એસેમ્બલી હોલ 50 ટકા ક્ષમતા સાથે ચાલું રાખી શકાશે. બાગ-બગીચાઓ રાત્રીના 10 કલાક સુધી ચાલું રાખી શકાશે. ધોરણ 1થી 9ની પ્રાથમિક શાળાઓનું ઓફલાઈન શિક્ષણ (Offline Education In Gujarat During Corona) બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 9થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્સના કોચિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસિસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા અને ભરતી અંગેના કોચિંગ સેન્ટરો 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કાર્યરત રહેશે.

કયા નગરોમાં રાત્રી કર્ફ્યુ મુકવામાં આવ્યો?

રાજ્ય સરકાર દ્વારા કોર કમિટીમાં લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે રાજ્યના 17 નગરોમાં રાત્રી કર્ફ્યુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપુર, નવસારી, બીલીમોરા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ 22 જાન્યુઆરીથી રોજ રાત્રે 10:00થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે.

આ પણ વાંચો: સચિવાલયમાં પણ કોરોના: રાજ્ય કેબીનેટ પ્રધાન પોતાના નિવાસસ્થાને જ આઈસોલેટ થયા

રાત્રી કર્ફ્યુમાં કેવી છૂટ અપાઈ?

રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ દરમિયાન બીમાર વ્યક્તિ, સગર્ભાઓને સારવાર માટે એટેન્ડ સાથે અવર-જવરની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત રેલવે એરપોર્ટ, એસટી કે સિટી બસની ટિકિટ રજૂ કરી હતી, તેઓને અવવા-જવાની પરવાનગી પણ મુસાફરોને આપવામાં આવી છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન કોઈપણ પ્રકારના રાજકીય, સામાજીક (Permission for social gatherings in Gujarat), શૈક્ષણિક અને સાંસ્કૃતિક કોઈપણ પ્રકારના સમારંભો યોજી શકાશે નહીં અને અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિઓએ તેમનો ઓળખપત્ર અને અન્ય પુરાવાઓ પણ રજૂ કરવાના રહેશે.

રાત્રી કર્ફ્યુમાં કઈ સેવાઓ કાર્યરત રહેશે?

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા, તેમજ આવશ્યક અને ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા લોકોને પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ-પેરા મેડિકલ, ઓક્સિજન ઉત્પાદન વિતરણ વ્યવસ્થા, ઇન્ટરનેટ-ટેલીફોન, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, પેટ્રોલ-ડીઝલ-સીએનજી પંપ, કુરિયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સેવા, પશુઆહાર-ઘાસચારો તથા પશુઓની દવા તથા સંબંધિત સેવાઓ કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને આંતરરાજ્ય-આંતર જિલ્લા-આંતર શહેરોમાં વ્યાપાર સેવાના પરિવહન સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓને કર્ફ્યુમાં કાર્યરત રહેવાની છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Corona In Surat: કોરોનાના કેસ વધતા 100 બેડવાળા કોવિડ આઇસોલેશન સેન્ટરનો સી.આર.પાટીલના હસ્તે શુભારંભ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.