ગાંધીનગરઃ રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા 143 કેસ નોંધાયા (Corona Cases in Gujarat) હતા. જ્યારે 51 દર્દી સાજા થયા હતા. આ સાથે જ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 100ને પાર (Corona Cases in Gujarat) પહોંચ્યો હતો. તો અત્યારે રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા 608 છે.
એક દર્દીનું થયું મૃત્યુ - રાજ્યમાં ધીમે ધીમે દરરોજ કોરોનાના કેસમાં (Corona Cases in Gujarat) 20થી 30નો વધારો થઈ રહ્યો છે. તો રાજ્યમાં લાંબા સમય પછી શુક્રવારે કોરોનાના કારણે ગાંધીનગરના એક દર્દીનું મૃત્યુ થયું હતું. જોકે, અત્યારે રાજ્યમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમ છતાં અત્યારે કાળજી રાખવી જરૂરી છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 10,945 દર્દીના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો- સાવધાન ! ફરી IPLના ગ્રાઉન્ડમાંથી કોરોનાએ કર્યું માથું ઉચું, તંત્રમાં અફરાતફરીનો માહોલ
કોરોના રસીકરણની સ્થિતિ - રાજ્યમાં શુક્રવારે 2 મહાનગર અને 24 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહતો. તો સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં 59,719 લોકોનું કોરોના રસીકરણ (Corona Vaccination in Gujarat) કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 11,04,68,418 ડોઝ અપાઈ (Corona Vaccination in Gujarat) ચૂક્યા છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,14,405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા, જૂઓ