ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડા સતત નવા વિક્રમ બનાવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સંક્રમણ નિયંત્રણમાં રાખવાના અનેક પગલા લેવા છતા પણ અત્યાર સુધીમાં 60 હજારથી પણ વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઇરસના નવા 1101 કેસ સામે આવ્યા છે. જ્યારે 22 દર્દીઓનાં મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 63675 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 805 દર્દીઓને કોરોનાથી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 143, સુરત મહાપાલિકા વિસ્તારમાં 209, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 81, રાજકોટ કોર્પોરેશનમાં 80, મહેસાણામાં 43, જામનગર કોર્પોરેશનમાં 40, સુરતમાં 28, પંચમહાલમાં 27, ભાવનગરમાં 26, જૂનાગઢમાં 21, વલસાડમાં 20, ગાંધીનગરમાં 19, જૂનાગઢ કોર્પોરેશનમાં 19, નવસારીમાં 19, અમરેલીમાં 17, દાહોદમાં 17, ખેડામાં 17, આણંદમાં 16, ભરૂચમાં 16, કચ્છમાં 16, બોટાદમાં 15, વડોદરામાં 15, ગીર સોમનાથમાં 14, રાજકોટમાં 14, છોટાઉદેપુરમાં 13, દેવભૂમિ દ્વારકામાં 13, અમદાવાદમાં 12, જામનગરમાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, નર્મદામાં 10, સુરેન્દ્રનગરમાં 10, પાટણમાં 9, મોરબીમાં 8, સાબરકાંઠામાં 8, પોરબંદરમાં 7, તાપીમાં 4, બનાસકાંઠામાં 1, અરવલ્લીમાં 1, મહીસાગરમાં 1 અને અન્ય રાજ્યના 2 કેસ સામે આવ્યા છે.
કુલ 81 દર્દીઓ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. કોરોનાને લીધે અત્યાર સુધી રાજ્યમાં 2487 લોકોના મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાંથી સામે આવી રહ્યા છે. શહેરોમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં 26,818 જેટલા નોંધાયા છે. તેમજ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે.