ETV Bharat / city

Gujarat Assembly election 2022: કેન્દ્રીય પ્રભારી સાથે પ્રાથમિક રણનીતિને લઈ કોર કમિટીમાં ચર્ચા - C R Patil

ભારતીય જનતા પાર્ટી (BJP)ગુજરાતના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ સાથે કમલમ ખાતે કોર કમિટીની બેઠક (core committee meeting) યોજવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં આવી રહેલી 2022ની વિધાનસભાની ચૂંટણીની રણનીતિને (Gujarat Assembly election 2022) લઈને ચર્ચા કરવામાં આવી હતી.કેન્દ્રીય પ્રભારી ત્રણ દિવસ રોકાશે જેઓ પાર્ટીના નેતાઓ સાથે વન ટુ વન બેઠક પણ કરશે.

Gujarat Assembly election 2022: કેન્દ્રીય પ્રભારી સાથે પ્રાથમિક રણનીતિને લઈ કોર કમિટીમાં ચર્ચા

author img

By

Published : Jun 11, 2021, 6:47 PM IST

Updated : Jun 11, 2021, 7:35 PM IST

  • 2022ની ચૂંટણીમાં કોરોનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
  • કમલમ ખાતે કોર કમિટીની બેઠકમાં યોજાઈ
  • કેન્દ્રીય પ્રભારી ગુજરાતમાં ત્રણ દિવસ રોકાઈ વન ટુ વન બેઠકો કરશે
  • કોરોનાની ત્રીજી લહેરને લઈને ચર્ચા થઈ

    ગાંધીનગર : આ બેઠક મહત્વની અને ખાસ એટલા માટે માનવામાં આવી રહી છે કે, કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની એ સમયની સ્થિતિ અને આગામી સમયમાં ત્રીજી લહેરની તૈયારીઓ, વાવાઝોડામાં થયેલ કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે તેમાં પણ 2022ની ચૂંટણી પર ફોકસ કરીને આ બેઠક યોજવામાં આવી હતી. (Gujarat Assembly election 2022) આ બેઠકમાં કેન્દ્રીય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ કોર ટીમના સદસ્યો તેમજ ભાજપા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ હાજરી આપી હતી.

    2022ની ચુંટણીની પ્રાથમિક બેઠક થઈ, પેરામીટર નક્કી કરવાના બાકી

    2022ના ઇલેક્શનની ચર્ચા આ બેઠકમાં કેન્દ્રમાં રાખવામાં આવી હતી. આ બેઠક કેન્દ્રીય પ્રભારીના હેઠળ કરવામાં આવી હતી. કેમ કે સરકાર માટે એક બાજુ આગામી વિધાનસભાની ચૂંટણી છે તો બીજી બાજુ કોરોનાની સ્થિતિ પણ છે. બીજી લહેરમાં જ સરકારના કામની અવગણના કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં ત્રીજી લહેર પણ એક પડકાર છે. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે, 2022ની ચૂંટણીની (Gujarat Assembly election 2022) પ્રાથમિક બેઠક થઈ છે. જો કે હજુ સુધી પેરામીટર નક્કી કરવાના બાકી છે. ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ 2022 ચુંટણીમાં કરાશે.

    સરકાર અને સંગઠન બંને એક થઈને કામ કરે છે, બંને વચ્ચે સંકલનનો કોઈ અભાવ નથી

    Meeting થતાં પહેલાં એવી વાત પણ ચર્ચવામાં આવી હતી કે, સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ છે. ત્યારે મીડિયા સમક્ષ આ બાબતે વાત કરતા સી.આર. પાટીલે કહ્યું કે, સરકાર અને સંગઠન બંને એક થઈ ને કામ કરે છે, બંને વચ્ચે સંકલનનો કોઈ અભાવ નથી. સરકાર અને સંગઠન સાથે રહીને જ કામ કરે છે. કોરોનામાં કોંગ્રેસનો એક પણ નેતા બહાર નહોતો દેખાયો. જ્યારે બીજેપીના નેતાઓ સેવા માટે બહાર રહ્યા હતાં અને લોકોની મદદ કરી હતી.

    આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ જે. પી. નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય મહાચસિવો સાથે બેઠક યોજી

    CMની કામગીરી માટે પ્રદેશપ્રભારી આવ્યાં, કોઈ નારાજગી જોવા મળી રહી નથી

    સીએમ બદલવા માટે કોંગ્રેસ દ્વારા કરાયેલા નિવેદનને પણ તેમને વખોડી કાઢતા પાટીલે કહ્યું, કોંગ્રેસ પાયા વગરની વાતો માટે જાણીતી છે. CMની કામગીરી માટે પ્રદેશપ્રભારી આવ્યા છે. પહેલી અને બીજી લહેર તેમજ વાવાઝોડામાં સર્જાયેલી સ્થિતિ અને 1000 કરોડની કેન્દ્રની મદદ વગેરેને લઈને પણ આ Meeting માં ચર્ચા કરવામાં આવી હતી. વેક્સિનને રૂરલ એરિયામાં પ્રતિસાદ સારો ન મળવા બદલ કહ્યું, કાર્યકર્તાઓ કેમ્પ કરશે વેક્સિન લેવા માટે લોકોને અવેર કરશે. વાવાઝોડામાં 3 પ્રકારે કામ થયું હતું. પહેલાં અને આવી ગયા બાદ તેમજ વાવાઝોડાના ગયાં બાદ પણ કામ થયું છે.

    આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી, ઘણા મહત્વના મુદ્દા પર થઇ ચર્ચા

Last Updated : Jun 11, 2021, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.