- રાજ્યમાં યોજાયો સૌપ્રથમ ITI પદવીદાન સમારોહ
- ગાંધીનગર ITI બની આવો સમારોહ યોજનાર પ્રથમ સંસ્થા
- એક મહિનાની મહેનત બાદ સફળ થયો કાર્યક્રમ
ગાંધીનગરઃ ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં (ITI) તાલીમ મેળવ્યા બાદ ઔદ્યોગિક એકમોમાં નોકરી માટેની તક મળતી હોય છે. પરંતુ હવેના યુવાનોમાં ITI પ્રત્યેની માનસિકતા બદલાઈ રહી છે. તેની સાથે જ રોજગારી મેળવવા માગતા યુવકો અને યુવતીઓ ITI તરફ આકર્ષાય તે માટે સંસ્થાનો સ્ટાફ અથાગ પ્રયાસ કરી રહ્યો છે, તેવા સમયે ગાંધીનગરની મહિલા ITI દ્વારા અન્ય ITI માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
- ITI તાલીમાર્થીઓ માટે ઐતિહાસિક પ્રસંગ બન્યો સમારોહ
ગાંધીનગરની મહિલા ITIની 76 બેચના તાલીમાર્થીઓ માટે ITIના ઈતિહાસમાં ન બની હોય તેઓ પ્રસંગ નિર્માણ કરવામાં આવ્યો હતો. ITIના પ્રિન્સિપાલ હિમાંશુ ચૌધરીની આગેવાનીમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે કોન્વોકેશન સેરેમનીમાં યોજવામાં આવી હતી. ફેશન ડિઝાઇનિંગ ટેકનોલોજી, કોમ્પ્યુટર ઓપરેટર, સુઈંગ ટેક્નોલોજી,કોસ્મોલોજી અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર બ્રેડમાંથી પ્રથમ ત્રણ આવનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આઇટીઆઇના અધિકારીઓ, કર્મચારીઓ અને તાલીમાર્થી બહેનો હાજર રહી હતી.