ETV Bharat / city

Convention Of Teachers In Gandhinagar: ચૂંટણી પહેલા યોજાશે શિક્ષકોનું મહાસંમેલન, જાણો આની પાછળ શું છે સરકારની યોજના? - શિક્ષણ વિભાગ ગુજરાત

આવનારા દિવસોમાં 25 હજારથી વધુ આચાર્ય અને શિક્ષકોનું મહાસંમેલન ગાંધીનગર (Convention Of Teachers In Gandhinagar)માં યોજાશે. આ સંમેલનમાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે કહ્યું હતું કે શિક્ષક ભયભીત ન હોવો જોઈએ. તેના બધા પ્રશ્નો હલ થવા જોઈએ. તેમણે કહ્યું કે શિક્ષકોના પ્રશ્નો મુદ્દે અધિકારીઓને ધ્યાન દોરવાની સૂચના આપી છે.

ચૂંટણી પહેલા યોજાશે શિક્ષકોનું મહાસંમેલન, જાણો આની પાછળ શું છે સરકારની યોજના?

author img

By

Published : Apr 25, 2022, 10:29 PM IST

ગાંધીનગર: ગાંધીનગરના કડી સ્કૂલ ખાતે મુખ્ય શિક્ષકોનું સંમેલન (Convention Of Teachers In Gandhinagar) યોજાયું હતું. આવનારા દિવસોમાં 25 હજારથી વધુ આચાર્ય અને શિક્ષકોનું મહાસંમેલનનું આયોજન પણ ગાંધીનગર ખાતે કરવામાં આવશે. કડી ખાતે યોજાયેલા સંમેલનમાં અનેક જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના આચાર્યો (Principals of rural areas of Gujarat) હાજર રહ્યા હતા.

અનેક જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના આચાર્યો હાજર રહ્યા.

પરિપત્રોમાં સુધારો કરવા સરકાર કટિબદ્ધ- રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન (Minister of State for Education) કુબેર ડીંડોરે મહત્વ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આચાર્ય એ સ્કૂલનું માથું છે અને આચાર્ય ક્યારેય ફાજલ થઈ શકે નહીં. સાથે જ આચાર્યના પ્રશ્નમાં જે પણ કોઈ ખોટું થતું હશે તો સરકારે તે ખોટું ચલાવી લેશે નહીં અને તાત્કાલિક ધોરણે તમામ પ્રશ્નો (Demand Of Teachers In Gujarat)ના નિરાકરણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્રો થયા હોય અને તેનું ખોટું અર્થઘટન થયું હોય તેવા તમામ પરીપત્રોને બદલવાની પણ રાજ્ય સરકારે તૈયારી કરી છે.

આ પણ વાંચો: CR Patil In Surat: શિક્ષક એ સંતોષી પ્રાણી છે, સૌથી ઓછામાં સંતોષ પામતા હોય તો એ શિક્ષકો છે - CR પાટીલ

શિક્ષક ભયભીત ન હોવો જોઈએ- તેમણે વધુમાં કહ્યું હતું કે, શરતચૂકથી જો કોઈ ખોટું થયું હોય તો વાંધો શું હોઈ શકે? કેટલાકના અહમ સંતોષાતા નથી એટલે જ આવું થતું હોય છે. શિક્ષક ભયભીત ન હોવો જોઈએ. તેના બધા પ્રશ્નો હલ થવા જોઈએ. શિક્ષકોના પડતર પ્રશ્નોને ધ્યાનમાં લઈને અધિકારીઓને પણ આ મુદ્દે ધ્યાન દોરવાની સૂચના આપી છે કે, જે કઈ થયું તે ખોટું થયું છે. આવનારા દિવસોમાં શિક્ષણ વિભાગના પરિપત્રના ખોટા અર્થઘટન થયા છે તેને પણ સુધારવામાં આવશે.

શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ- આ સંમેલનમાં રાજ્યના શિક્ષણ પ્રધાન (Education Minster Of Gujarat) જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષણ (Education System In Gujarat)ને લગતા પ્રશ્નો અને શિક્ષકોને લગતા પ્રશ્નો બાબતે સરકાર સાથે સતત ચર્ચા કરવામાં આવી હતી. સરકારે અનેક બેઠકો બાદ શિક્ષકોની બદલી હોય કે શિક્ષકોની ભરતી હોય તમામ મુદ્દે પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે.

આ પણ વાંચો: PM Modi Conversation With Students: PM મોદીએ તાપીના ઊંટાવદ ગામના શિક્ષકો અંને વિદ્યાર્થીઓ સાથે કર્યો ઈ-સંવાદ

ટૂંક સમયમાં થશે મહાસંમેલન- રાજ્યના શિક્ષકોના પડતર પ્રશ્નોનું લગભગ નિરાકરણ આવી ગયું છે. ગ્રેડ પેને લઇને પ્રશ્નો હોય કે બદલીના નિયમ હોય આ તમામ પ્રકારના પ્રશ્નોનો સુખદ અંત આવ્યો છે. આવનારા દિવસોમાં 25 હજારથી વધુ આચાર્ય અને શિક્ષકોનું મહાસંમેલનનું આયોજન પણ ગાંધીનગર ખાતે કરવામાં આવશે. રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર સહિત કેબિનેટ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. સાથે જ શિક્ષણ વિભાગ (Education Department Gujarat)ના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને ધ્યાનમાં લઈને પણ શિક્ષકોનું મહાસંમેલન યોજાય તેવી શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.