- વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટી વિભાગની ચર્ચા
- વિધાનસભામાં ધારાસભ્યની ફરિયાદઃ માન જળવાતું નથી
- કોંગ્રેસની વાતથી સહમત : અધ્યક્ષ
ગાંધીનગર: વિધાનસભા ગૃહ સામાન્ય વહીવટી વિભાગની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ચર્ચાઓની માગણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારના વહીવટી અધિકારી પર અનેક આક્ષેપ કર્યા હતા, ત્યારે સરકારમાં ધારાસભ્યનું માન જળવાતું ન હોવાના પણ ફરિયાદ વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસની ફરિયાદ પર સંમતિ દર્શાવી હતી
કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશનું નિવેદન
કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સામાન્ય વહીવટી વિભાગ સરકારનું હૃદય છે અને જો હૃદય બરોબર ન ચાલે તે કોઈ કાળે ન ચલાવ્યા, 1.8.2018 નો LRDનો જે ઠરાવ કર્યો હતો. જેના કારણે રાજ્યમાં જે પરિસ્થિતિ ઉભી થઇ અને બક્ષી પંચના વિદ્યાર્થીને અન્યાય થયો, હાઇકોર્ટે આ મામલે ચુકાદો આપ્યો પછી સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર રદ કરી હતી. તમામ સરકારી ભરતીમાં અનામતનો હક્ક મળવો જોઈએ, તે હક્ક નથી મળતો ઉમેદવાર તાજેતરમાં GPSC દ્વારા બક્ષીપંચના ઉમેદવારના હિતમાં કામ નથી કરતી હાઇકોર્ટેના નિર્ણયને નજર અંદાજ કરે છે. પોતાની મરજી મુજબ ભરતી કરે છે. વિપક્ષના ધારાસભ્ય રજૂવાત કરે, મિનિસ્ટરને રજૂવાત કરી તેમ છતાંય આમરો પ્રોટોકોલ જળવાતો નથી, ધારાસભ્યનું સતત અપમાન થાય છે. ગૃહમાં સારી વાતો કરે છે પરંતુ ધારાસભ્યનું માન જળવાતું નથી આ બાબતે અધ્યક્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસની વાતથી સહમત છું વિધાનસભાના તમામ સભ્યોનું માન જળવાવું જોઈએ.
ઉંમર લાયક અધિકારીઓ નિવૃત થાય છે પણ ભરતી નથી થતી : સુખરામ સિંહ રાઠવા
ગાંધીનગરમાં સચિવાલાયલ ચાલે અને તેમાં ઉંમર લાયક અધિકારી નિવૃત થાય તેમ છતાંય ભરતી થતી નથી, કલાસ 1 અને 2 અને 3 માં ST, SCના લોકોના પ્રોમોશન નથી કરવામાં આવી રહ્યા, આદિવાસી સમાજના ઉમેદવારની પસંદગી થવી જોઈએ તેવી માગ, 2001 અને 2010 સુધી વર્ગ 4ની ભરતી બંધ છે અને આઉટ સોર્સિંગથી ભરતી થાય છે. જેથી ST, SC અને OBC સમાજનું ધોરણ જળવાતું નથી, LRDના પ્રશ્ને અરજી થઈ સરકારે નવી જગ્યા જાહેર કરીને મુકવામાં આવશે. તેવી વાત કરી હતી પરંતુ હજુ સુધી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને કોલ લેટર મળ્યો નથી.