ગાંધીનગર : છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓ સરકારી કામકાજનુું (Computer Sahasik working for government ) કામ કરતા કોમ્પ્યુટર સાહસિકોની પડતર માંગ બાબતે સરકારે કોઈપણ પ્રકારનું આયોજન કર્યું નથી. અમુક મહિના પહેલાં કરેલ હડતાળ(Gram Panchayat Computer Sahasik Strike) બાદ સરકારી મૌખિક આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં પણ કોઈ પણ નિર્ણય ન થતા રાજ્યકક્ષાના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા સાથે બેઠક (Meeting with Panchayat Minister Brijesh Merja)યોજવામાં આવી હતી. પરંતુ બેઠકમાં પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવતા સાત દિવસ બાદ ગુજરાત રાજ્યના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિકોએ હડતાળ (Computer Sahasik Strike) પર જવાની ચીમકી આપી છે.
ગ્રામ પંચાયત કોમ્યુટર સાહસિકની શું છે માંગ - આગેવાન પંકજ પરમારે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિકો દ્વારા અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી ત્યારે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક માંગની વાત કરવામાં આવે તો ફિક્સ વેતનની નિમણૂક આપીને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ (Computer Sahasik working for government ) તમામ ગ્રામ્ય પંચાયતમાં વર્ષ 2006થી વગર પગારે ફરજ બજાવતા કોમ્પ્યુટર સાહસિકો માટે સરકાર દ્વારા જે તે સમયે કમિશન મુજબની નક્કી કરેલ પોલીસી હટાવીને ફિક્સ વેતનથી નિમણૂક આપીને શોષણ દૂર કરવાની માંગ પણ સાહસિકો (Computer Sahasik Strike) દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Doctors Strike in Bhavnagar : ડોકટર હડતાળ વચ્ચે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સ્થિતિનું રિયાલિટી ચેક જુઓ
હડતાળ પર જશે તો શું થશે અસર - પરમારે વધુમાં જણાવ્યું હતું કે સાત દિવસ બાદ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક સજ્જડ હડતાલના આદેશ આપવામાં આવ્યા છે. જો સાત દિવસ બાદ હડતાળ (Computer Sahasik Strike) શરૂ કરવામાં આવશે તો રાજ્યના 14,000થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ સરકારી કામકાજ થશે નહીં. આ ઉપરાંત ખેડૂતોને સાતબારના ઉતારા હોય, આવકનું પ્રમાણપત્ર હોય કે પછી કોઈ પણ બેન્કિંગને લગતું (Computer Sahasik working for government )કામ હોય અથવા તો સરકારી યોજનાનું અમલીકરણ અથવા તો સરકારી યોજનાનો લાભ લેવાની વાત હોય, આ તમામ કામકાજ અટવાઈ જશે. જેથી લોકોને એટલે કે જે ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓ રહે છે તેમને લાભ લેવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સાથે જ અમુક સરકારી યોજનાનો બહોળો પ્રચારપ્રસાર પણ થઈ શકશે નહીં અને લાભાર્થીઓ લાભ વિના જ રહેશે.
આ પણ વાંચોઃ Auto Drivers Strike In Ahmedabad: અમદાવાદમાં આજે 2 લાખથી વધુ રીક્ષાચાલકો હડતાળ પર, AAPએ આપ્યું સમર્થન
સરકારે શું આપી હતી ખાતરી - સરકારની ખાતરીની વાત કરવામાં આવે તો આ બાબતે કોમ્પ્યુટર સાહસિક અને મહામંત્રી પંકજ પરમારે જણાવ્યું હતું કે સરકાર સાથે અગાઉ પણ બેઠક કરીને આ બાબતની માંગ કરવામાં આવી હતી. સરકારે હકારાત્મક વલણ દાખવ્યું હતું તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય હજી સુધી સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. ત્યારે જો હવે નિર્ણય નહીં કરવામાં આવે તો 11 મે 2022ના રોજથી ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર ચોક્કસ મુદ્દતની હડતાળ (Computer Sahasik Strike) પર ઊતરશે જ્યારે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે જ સરકારનો વિરોધ કરવામાં આવશે.