ગાંધીનગર ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે (Completion of the 14th Assembly ) ચર્ચા દરમિયાન અનેક નેતાઓ ભાવુક બન્યા હતા, જેમાં પ્રથમ શૈલેષ પરમાર ભાવુક થયા હતાં. ત્યારબાદ જીતુ વાઘાણી પણ પોતાના વ્યક્તવ્ય દરમિયાન ગૃહમાં ભાવુક થઈ બોલ્યાં અને કહ્યું કે સરકાર વતી કોઈપણ ભૂલ થઈ હોય તો તેની હું માફી માંગુ છું.
શ્રેષ્ઠ ધારાસભ્ય 2021 અને 2022 જાહેર ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ (Completion of the 14th Assembly ) છે ત્યારે વિપક્ષ દ્વારા હોબાળો આજે પણ યથાવત રહ્યો છે. આજે વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆત થતાં જ કોંગ્રેસ ગૃહમાં આક્રમક મૂડમાં જોવા મળી હતી. આજે સતત બીજા દિવસે લમ્પી વાયરસ પર ચર્ચાની માંગ સાથે (Congress demands debate on lumpy virus ) કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ શ્રેષ્ઠ ધારાસભ્ય 2021 ( Best MLA 2021 ) તરીકે ભાજપના સયાજીગંજના જીતુભાઈ સુખડીયા (Best MLA 2021 Jitu Sukhdia ) અને વર્ષ 2022 ના શ્રેષ્ઠ ધારાસભ્ય ( Best MLA 2022 ) તરીકે કોંગ્રેસના દાણીલીમડાના શૈલેષ પરમાર ( Best MLA 2021 Shailesh Parmar ) જાહેર કરાયા છે. આ બંન્ને ધારાસભ્યો દ્વારા ઉત્તમ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ તેમનું સન્માન કરાયું છે.
ગૃહમાં બે દિવસની કામગીરી આજે ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ દિવસે પણ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ દિવસે પણ કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચાર સાથે વેલમાં ધસી આવ્યા હતાં. જે બાદ તેઓને જગ્યાએ બેસવા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ટકોર કર્યા બાદ કેટલાક ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. મહત્વનું છે કે, વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
કોંગ્રેસનું વિધાનસભામાંથી વોકઆઉટ આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. વળી આજે વિધાનસભા ગૃહની કાર્યવાહીની શરૂઆત થવાની સાથે જ વિપક્ષ દ્વારા લમ્પી વાયરસ અંગે ચર્ચા કરવા સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ અધ્યક્ષે સમય નહીં આપતાં વિપક્ષે હોબાળો કરીને વોકઆઉટ (Congress Walk Out From Assembly ) કર્યું હતું.
વનરક્ષકનું આંદોલન પૂર્ણ ગુજરાત સરકારને વધુ એક આંદોલન સમેટવામાં સફળતા મળી છે. જેમાં સરકારે 14 પૈકી 11 માંગણીઓ સંતોષવા બાંહેધરી આપતા વનરક્ષકનું આંદોલન પણ સમેટાઇ ગયુ છે. ગુજરાત રાજ્ય વનરક્ષક મંડળ સાથે બેઠક અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કર્મચારીઓ સાથે સારા વાતાવરણમાં ચર્ચા કરી છે. તેમજ વર્ષોથી નહીં સ્વીકારાયેલી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ અગાઉ રજાઓનો પગાર મળતો ન હતો, હવે રજાના દિવસે બજાવેલ ફરજનો પગાર આપવાનો નિર્ણય લેવાયો છે. તથા કેટલીક નીતિવિષિયક બાબતો પર વિચારણા બાદ નિર્ણય લેવાની સહમતિ સધાઈ છે.
એકસાથે તમામ ધારાસભ્યોએ ચા પીધી ગુજરાત વિધાનસભામાં 14મી વિધાનસભા સત્રના ચોમાસાના અંતિમ દિવસો શરૂઆતના તબક્કામાં સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યો એકબીજા સાથે ઉગ્રતા દાખવીને આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતાં. પરંતુ જેમ જેમ સમય વહ્યો તેમ તેમ અંતિમ વિધાનસભાના સત્રના છેલ્લા કલાકોમાં તમામ ધારાસભ્ય ગંભીર થયાં હતાં અને ત્યારબાદ વિધાનસભાનું સત્ર પૂર્ણ ( Completion of the 14th assembly ) થયું હતું. વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ ચોથા માળે કોંગ્રેસ અને ભાજપના તમામ ધારાસભ્યો એકસાથે ચા પીધી હતી અને પાંચ વર્ષમાં એકબીજા પર કરેલા આક્ષેપોની હસતાં હસતાં માફી( Jitu vaghani Shared thoughts to Praise Opposition ) પણ માંગી હતી.