ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 7 દિવસથી ભારે વરસાદ પડી (Heavy Rain in Gujarat) રહ્યો હતો. તેના કારણે અનેક લોકો હેરાન થયા હતા. ભારે વરસાદના કારણે રાજ્યના અનેક ગ્રામ્ય, શેરી વિસ્તાર હોય કે પછી હાઈ-વે હોય. તેવા હાઈ-વે પર ખાડા-ભૂવા પડી (Road damage due to rain) ગયા છે. ત્યારે હવે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. તો હવે રાજ્યભરમાં આવા ખરાબ રોડ-રસ્તાઓના સરવે (Survey of Bad Roads) કરવાની જાહેરાત કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કરી હતી.
નાગરિકો કરી શકશે ઓનલાઈન ફરિયાદ - માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ (Cabinet Minister for Roads and Buildings Purnesh Modi) જણાવ્યું હતું કે, જે રીતે વરસાદમાં અનેક રોડ રસ્તાઓ તૂટ્યા છે. તેના કારણે માર્ગ અને મકાન વિભાગને લગતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે તેનું નિરાકરણ લાવવા રાજ્ય સરકાર દ્વારા 'પૂર્ણશ મોદી એપ્લિકેશન' પણ (Purnash Modi App) કાર્યરત્ કરવામાં આવી છે, જે 24 કલાક ચાલુ રહેશે.
ફરિયાદીએ ભરવી પડશે વિગતો - વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા અને થયેલા નુકસાન અંગેની માહિતી આ એપ્લિકેશન દ્વારા ફરિયાદ (Online complaint of broken roadways)કરી શકાશે. તેમાં નાગરિકોએ તેમનું નામ, મોબાઈલ નંબર, પીન કોડ સરનામું, તાલુકા અને જિલ્લા જેવી સંપૂર્ણ વિગતો ભરવી પડશે. જ્યારે કઈ જગ્યાએ રોડ રસ્તા તૂટ્યા છે. તે બાબતની પણ એક જરૂરી એવો ફોટો પણ ફરિયાદમાં ઓનલાઈન દાખલ (Online complaint of broken roadways) કરી શકાશે.
-
પ્રવર્તમાન પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય " Purnesh Modi " એપ્લિકેશન પણ મોકલી આપવા વિનંતી
— Purnesh Modi (@purneshmodi) July 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
પૂર્ણેશ મોદી
કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર#purneshmodi24x7@narendramodi @nitin_gadkari @PMOIndia @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @AmitShah pic.twitter.com/HJeNstGPNU
">પ્રવર્તમાન પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય " Purnesh Modi " એપ્લિકેશન પણ મોકલી આપવા વિનંતી
— Purnesh Modi (@purneshmodi) July 17, 2022
પૂર્ણેશ મોદી
કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર#purneshmodi24x7@narendramodi @nitin_gadkari @PMOIndia @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @AmitShah pic.twitter.com/HJeNstGPNUપ્રવર્તમાન પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય " Purnesh Modi " એપ્લિકેશન પણ મોકલી આપવા વિનંતી
— Purnesh Modi (@purneshmodi) July 17, 2022
પૂર્ણેશ મોદી
કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર#purneshmodi24x7@narendramodi @nitin_gadkari @PMOIndia @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @AmitShah pic.twitter.com/HJeNstGPNU
આ પણ વાંચો- ભાવનગરમાં રસ્તાઓની દયનીય હાલત, જ્યા જોવો ત્યા ખાડે ખાડા
સરવેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે - કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ (Cabinet Minister for Roads and Buildings Purnesh Modi) વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદના કારણે તૂટેલા રસ્તા બાબતે સરવેની (Survey of Bad Roads) કામગીરી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમ જ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સરવે શરૂ કરવા સૂચના આપવામાં આવી છે, પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો હતો. તેને ધ્યાનમાં લઈને જ્યારે ગુજરાતમાં વરસાદ વિરામ થાય એટલે કે 19 જુલાઈ પછી રાજ્યમાં સરવેની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ વાહનોનો થશે ઉપયોગ - કેબિનેટ પ્રધાને (Cabinet Minister for Roads and Buildings Purnesh Modi) ઉમેર્યું હતું કે, અત્યારે જ્યાં રોડ-રસ્તાની પરિસ્થિતિ કપરી (Road damage due to rain) છે. તેવા રોડરસ્તાને બરાબર કરવા માટે 510 GCB, 174 ડમ્પર, 203 જેટલા ટ્રેક્ટર, 26 જેટલા રોડરોલર અને અન્ય 87 જેટલા વાહનોનો ઉપયોગ કરીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલા કિલોમીટરના રસ્તા તૂટ્યા છે. તે અંગે સરવે કર્યા બાદ જ વધુ વિગત બહાર આવશે.
આ પણ વાંચો- સાપુતારા જવાના હોવ તો આ સમાચાર તમારા માટે, જાણો કયા કયા રસ્તાઓ બંધ
વરસાદના કારણે ડામર પ્લાન્ટ બંધ - કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ (Cabinet Minister for Roads and Buildings Purnesh Modi) જણાવ્યું હતું કે, વરસાદના કારણે અત્યારે રાજ્યમાં ડામર પ્લાન્ટ બંધ પરિસ્થિતિમાં (Asphalt plants closed in the state) છે, પરંતુ જ્યારે તે શરૂ થશે અને વરસાદ ઓછો થશે ત્યારે ડામર પ્લાન્ટ શરૂ થશે. કારણ કે, ભેજના લીધે ડામર યોગ્ય રીતે બનતો નથી. આમ, રાજ્યમાં વરસાદી માહોલ થોડો ઓછો થશે અને સંપૂર્ણ રીતે ઉગાડ નીકળશે. ત્યારે તાત્કાલિક ધોરણે સરવે ઝડપથી પૂર્ણ (Survey of Bad Roads) કરવામાં આવશે અને નવરાત્રિ કે દિવાળી પહેલા તમામ રોડ રસ્તાઓ સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવશે.