ETV Bharat / city

લો બોલો, વિધાનસભાની જ કેન્ટીનમાં ઊઘાડી લૂંટ: છાસના પૈસા વધુ લેવાતા હોવાની ફરિયાદ - Food safety authority

ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં નિયમ પ્રમાણે ચીજવસ્તુઓના વજન અને તે પ્રકારની માહિતી ન આપવાથી તોલમાપ વિભાગ દ્વારા દરોડા (Gujarat Assembly Canteen Raid) પાડવામાં આવ્યા હતા. જેમાં ક્ષતી જણાય આવતા 2,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

લો બોલો, વિધાનસભાની જ કેન્ટીનમાં ઊઘાડી લૂંટ: છાસના પૈસા વધુ લેાવતા હોવાની ફરિયાદ

author img

By

Published : Mar 30, 2022, 4:38 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાંથી જ તમામ ધારાસભ્યો અને પ્રધાનોની કાર્યાલયમાં ચા અને નાસ્તો સપ્લાય કરવામાં આવે છે. જો કે, આજે નિયમ પ્રમાણે ચીજવસ્તુઓના વજન અને તે પ્રકારની માહિતી ન આપવાથી તોલમાપ વિભાગ દ્વારા વિધાનસભાની કેન્ટીનમાં દરોડા (Gujarat Assembly Canteen Raid) પાડવામાં આવ્યા હતા. 2,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે સૂત્ર પરથી મળતી માહિતી પ્રમાણે છાશના ભાવ એમઆરપી કિંમત કરતાં વધુ વસુલાત કરવાથી તોલમાપ વિભાગના દરોડા પાડયા હતા.

12 નવેમ્બર 2020માં EAT RIGHTનો એવોર્ડ: ભોજનની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ફૂડ સેફ્ટી દ્વારા શુદ્ધ અને સાત્વિક સાથે સ્વચ્છતા ધરાવતા કેન્દ્રો અને કેમ્પસને એવોર્ડ આપવામાં આવતા હોય છે, ત્યારે કેન્દ્રીય ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગુજરાત વિધાનસભાની કેન્ટીનને બેસ્ટ ઈટ રાઈટ કેમ્પસ (best eat right campus award)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, 12 નવેમ્બર 2020ના દિવસે ગુજરાત વિધાનસભાની કેન્ટીનને ઈટ રાઈટ એવોર્ડ પ્રાપ્ત થતા સમગ્ર દેશમાં પ્રથમ વિધાનસભા તરીકે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Up Exam Paper Leak: યુપીમાં પણ પેપર લીક થતા અંગ્રેજીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા રદ કરવામાં આવી

ખાવામાંથી નીકળ્યા હતા જીવડાં : વર્ષ 2020ના બજેટ સત્ર દરમિયાન બે માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં ખાવાની ડીશમાંથી મૃત જીવડા નીકળ્યા હતા. જેને લઈને વિધાનસભાગૃહમાં પણ ભારે હોબાળો થયો હતો, ત્યારે આ જ વિધાનસભા અને કેન્દ્ર સરકારની ફૂડ સેફટી ઓથોરિટી (Food safety authority) દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે અને આજે ફરીથી ગુજરાત વિધાનસભાની કેન્ટીન 2000 રૂપિયાના દંડથી ચર્ચામાં આવી છે.

આ પણ વાંચો: જો પ્રેમ પ્રકરણમાં યુવક પરેશાન કરે તો પોલીસને ફોન કરો: FIR વિના થશે મદદ

શુ છે નિયમ? મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં કોઈપણ કેન્ટીન લોજ રેસ્ટોરન્ટ કે હોટલમાં ખાવા પીવાની તમામ ચીજવસ્તુના ભાવ અને વજન દર્શાવવા પડે છે. સાથે જ મેક્સિમમ રિટેલ પ્રાઇઝથી વધુ કિંમત વસૂલ કરવુ પણ ગુનો બને છે, ત્યારે ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાંની કિંમત વધુ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ તોલમાપ વિભાગને મળી હોવાનું સૂત્રો તરફથી સામે આવ્યું છે. જેથી તોલમાપ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને બે હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.