ETV Bharat / city

કોરાનાકાળમાં અનાથ બનેલા બાળકોના ડેટા કલેક્શનની કામગીરીનો આરંભ

કોરોનાકાળ દરમિયાન માર્ચ- 2020 પછી માતા-પિતા અવસાન પામ્યા હોય તેવા બાળકો માટે રાજય સરકારે બાલસેવાનો આરંભ કર્યો છે. જે સંદર્ભમાં ગાંધીનગર જિલ્લામાં કોરાનાકાળમાં અનાથ બનેલા બાળકોના ડેટા કલેકશનની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.

કોરાનાકાળમાં અનાથ બનેલાં બાળકોના ડેટા કલેકશનની કામગીરીનો આરંભ

author img

By

Published : Jun 4, 2021, 8:27 AM IST

  • બાળ સુરક્ષા એકમ દ્વારા શરૂ કરવામાં આવી કામગીરી
  • રાજય સરકારે બાલસેવાનો આરંભ કર્યો
  • આફટર કેર યોજના અંતર્ગત માસિક 6 હજાર અપાશે

ગાંધીનગર: કોરોનાકાળ (Corona Periods ) દરમિયાન માર્ચ- 2020 પછી માતા-પિતા અવસાન પામ્યા હોય તેવા બાળકો માટે રાજય સરકારે મુખ્યમંત્રી બાલસેવા યોજનાનો આરંભ કર્યો છે. આ યોજનાનો લાભ ગાંધીનગર જિલ્લામાં કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોને આપવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ડેટા કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

0 થી 18 વર્ષ સુધીના બાળકને માસિક રૂપિયા 4 હજારની સહાય

કોરોના મહામારીની બીજી લહેરમાં રાજયમાં અનેક લોકોના મોત થયા છે. કેટલાંક પરિવારોમાં માતા- પિતા મૃત્યૃ પામતાં બાળકો નિરાધાર બન્યા છે. આવા નિરાધાર બાળકોનો સહારો બનવા માટે રાજય સરકાર દ્વારા આ બાલ સેવા યોજના અંતર્ગત 0 થી 18 વર્ષ સુધીના બાળકને આ યોજના અંતર્ગત માસિક રૂપિયા 4 હજારની સહાય આપવામાં આવશે. પીએમ કેર ફંડ દ્વારા સૌ પ્રથમ આ યોજના જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની જાહેરાત કરી

21 વર્ષ સુધીના યુવાનોને 6 હજારની સહાય

તેમજ 18 વર્ષ પૂર્ણ થયેથી 21 વર્ષ સુધીના અનાથ પુખ્ત બાળકોને અભ્યાસ અર્થે આફટર કેર યોજના અંતર્ગત માસિક રૂપિયા 6 હજારની સહાય આપવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લામાં નિરાધાર બનેલા બાળકોની જાણ કરવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ગાંધીનગરનો સંપર્ક કરી શકો છો. તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે.

આ પણ વાંચો : ધોરણ-11ના એડમિશનને લઈને DEO દ્વારા તપાસના આદેશ

આગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની જાહેરાત કરી હતી

રાજ્યમાં એપ્રિલ મહિનામાં કોરોનાએ કાળો કહેર વર્તવ્યો છે, ત્યારે અનેક ઘરના દિવાઓ બુઝાઈ ગયા છે. અમૂકના પરિવારોએ તો જીવનભરનો આશ્રય ગુમાવ્યો છે ત્યારે કોરોના સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકો માટે શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

કઈ રીતે યોજનાઓનો થશે ત્વરિત અમલ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે તેવા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ આ અગાઉ ઉદાર સહાય આપીને તેમના પરિવારોની દુ:ખની ઘડીએ તેમની પડખે ઉભી રહી છે. આવા બાળકોનું ભવિષ્ય રોળાઇ ન જાય તેવી પૂરી સંવેદનાથી આ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો રાજ્યમાં ત્વરાએ અમલ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.