- રાજ્યમાં ફરી ધમધમશે કોલેજો
- 8 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે
- સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો ફરી શરૂ થશે
- હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહી શકે
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ 10 અને 12 ના વર્ગો તથા કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કર્યા હતા. ત્યાર બાદ બીજા તબક્કામાં ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કર્યા ત્યારબાદ હવે 8 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે 8 ફેબ્રુઆરીથી શરૂ થતી કોલેજોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોરોનાની ગાઈડલાઇનનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.
હોસ્ટેલ માટે પણ નિયમો રાજ્ય સરકારે નક્કી કર્યા
સામાન્ય રીતે કોલેજના પ્રથમ વર્ષ અને બીજા વર્ષમાં અન્ય શહેર અને જિલ્લામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય છે, જેથી રાજ્ય સરકાર દ્વારા હોસ્ટેલ માટે પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહી શકે. આ ઉપરાંત કોલેજમાં પ્રથમ વર્ષમાં શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે, ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ ઝેગ રીતે હોવી જરૂરી, સ્ટેગર્ડ મેનરમાં ગોઠવવાનું રહેશે.
બીજા વર્ષના વર્ગો તબક્કામાં ખોલવામાં આવશે
કોલેજના બીજા વર્ષ માટે રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ફાઇનલ અને ફર્સ્ટ યરના વર્ગ ફરી શરૂ કરવાની સિદ્ધિ અને અન્ય જરૂરી ચર્ચા વિચારણા અને સમીક્ષા પછી જ દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.
નીચે પ્રમાણે નિયમો અનુસરવા પડશે - હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે.
- જમવાના રૂમમાં અને કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે.
- વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિના વિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણી કરવાની રહેશે.
- હોસ્ટેલના કેમ્પસમાં કોઈ ભીડ ન થાય તે રીતનું આયોજન કરવાનું રહેશે, તે માટે વિદ્યાર્થીઓની સંખ્યા અને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે.
- વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે.
- વિદ્યાર્થીઓને નિયમિત રીતે હાથની સ્વચ્છતા જાળવવી સામાજિક અંતર રાખવું, આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું તો આ સાથે હંમેશા ફેસ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
- હોસ્ટેલના દરેક ફ્લોર પર સેનિટાઇઝર કરવાનું રહેશે તથા વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે વસ્તુઓની આપ-લે કર્યા પછી દીવાલો, દરવાજાના હેન્ડલ, રેલિંગ વગેરેને સ્પર્શ કર્યા પછી સેનેટાઈઝ કરવું પડશે.
- કોઈ વિદ્યાર્થીઓને હોસ્ટેલ બિલ્ડીંગના કોઈપણ ભાગમાં ભેગા થવાની મંજૂરી આપવામાં નહીં આવે. વિદ્યાર્થીઓએ પણ ગ્રુપમાં મળવાનું ટાળવું.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 8 ફેબ્રુઆરીથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે
રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ 10 અને 12 ના વર્ગો તથા કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કર્યા હતા. ત્યારબાદ બીજા તબક્કામાં ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કર્યા અને હવે 8 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય