ETV Bharat / city

CNG Price hike: મહત્તમ ભાડું વધારવાનું નક્કી જ હતું, અમને લોલીપોપ આપ્યો - ગાંધીનગર રિક્ષા એસોસિએશન

CNGમાં ભાવ વધારો (CNG Price hike) ઝીંકાતા CNG રીક્ષા એસોશીએશન તેમજ CNG ભાવ વધારા વિરોધ સમિતિ દ્વારા ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે આ રીક્ષા એસોસિએશન સાથે CNG ભાવ વધારા વિરોધ સમિતિ ગાંધીનગર સુધી પહોંચી હતી. જ્યાં એસોસિએશન દ્વારા રાજ્યપાલને CNGમાં વધી રહેલા ભાવ વધારા સહિતના અન્ય મુદ્દાઓ બાબતે રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે તેમને જણાવ્યુ હતુ કે, અમારી માંગ નહીં સંતોષાય તો 15 અને 16 નવેમ્બરે હડતાલ પર ઉતરીશું.

CNG Price hike: મહત્તમ ભાડું વધારવાનું નક્કી જ હતું, અમને લોલીપોપ આપ્યો

author img

By

Published : Nov 12, 2021, 5:34 PM IST

  • રિક્ષા એસોસિએશન રાજ્યપાલને મળવા ગાંધીનગર પહોંચ્યુ
  • રિક્ષાચાલકોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી
  • 15 અને 16 નવેમ્બરે હડતાલ પર ઉતરવાની ચીમકી

ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલના ભાવ (petrol diesel price hike)થી લોકો તોબા પોકારી ગયા છે ત્યારે CNGમાં કિલોના ભાવ (cng price)માં રૂપિયા 9નો વધારો ઝીંકાયો છે તેને લઈને રીક્ષા એસોસિએશન વધારો પાછો ખેંચવા માંગ કરી છે. જેથી આજે રીક્ષા એસોસિએશન દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ભાવવધારો ઓછો કરવા તેમજ મહત્તમ ભાડું વધાર્યું છે, તે ત્રણ વર્ષથી વધાર્યું નહોતું. જે વધારવાનું જ હતું. જેથી લોલીપોપ આપી છે તેવું એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું.

CNG Price hike: મહત્તમ ભાડું વધારવાનું નક્કી જ હતું, અમને લોલીપોપ આપ્યો

એક કિલો CNG પાછળ ડ્રાઇવરના ખિસ્સામાંથી 27 રૂપિયા વધારે જાય છે

CNG ભાવ વધારા વિરોધી સમિતિના પ્રમુખ, અશોક પંજાબીએ કહ્યું કે, 1 કિલો CNG પાછળ 9 રૂપિયાનો વધારો (CNG Price hike) કરવામાં આવે છે. જો રિક્ષાચાલકો ત્રણ કિલો CNG પણ દિવસમાં ઉપયોગ કરે છે તો તેમને 27 રૂપિયા વધુ ચૂકવવા પડે છે. આ ઉપરાંત મહત્તમ જે વધારો કરી અમને લોલીપોપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. બીજી બાજુ પોલીસ દ્વારા રિક્ષા ડ્રાઇવરને હેરાનગતિ કરવામાં આવતી હોય છે. રીક્ષાઓ ડીટેઇન કરવામાં આવતી હોય છે. જેથી આ પ્રકારની મુશ્કેલીઓનું પણ નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી રજૂઆત છે. હવેથી અમારી સાથે ટેક્સી એસોસીએશન પણ જોડાયું છે.

રિક્ષાચાલકોને 15000 આર્થિક સહાય ચૂકવવા માંગ

તેમણે વધુમાં કહ્યું કે, CNGમાં 15 ટકા વેટ ગુજરાત સરકાર લઈ જાય છે અને 14 ટકા એક્સાઇઝ ટેકસ કેન્દ્ર સરકાર લઈ જાય છે કે પેટ્રોલ અને ડીઝલમાં આ ઘટાડો થતો હોય તો શા માટે CNGમાં 29 ટકા ટેક્સ લેવામાં આવી રહ્યો છે. આ ટેકસના કારણે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે, જે ના હોવા જોઈએ. આર્થિક સહાય પણ કરવી જોઈએ. જે રીતે અન્ય રાજ્યો જેવા કે દિલ્હી, તેલંગણા, તમિલનાડુમાં 15000 આર્થિક સહાય રિક્ષાચાલકોને ચૂકવવામાં આવે છે, તો ગુજરાતમાં શા માટે નહીં તેમ કહી તેમણે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો

આ પણ વાંચો: મહેસાણામાં છેલ્લા સાત માસમાં સીએનજી, પેટ્રોલ અને ડિઝલનો ભાવ આસમાને

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.