ETV Bharat / city

ગાંધીનગરના મુક્તિધામ સ્મશાનની CNG ભઠ્ઠીઓ સતત ચાલુ રહેવાથી બીજી વખત ઠપ્પ - Gnadhinagar Muktidham Crematorium

ગાંધીનગરના મુક્તિધામ સ્મશાનમાં સતત 24 કલાક માટે મૃતદેહો આવી રહ્યા હોવાથી ભઠ્ઠીઓ પણ થાકી ગઈ છે. સતત ચાલવાથી ભઠ્ઠીઓનાના દરવાજા પણ ખુલી રહ્યા નથી. સતત ચાલવાને કારણે સ્મશાનની CNG ભઠ્ઠીઓ ફરીથી બંધ પડી ગઈ છે. જેના કારણે લાકડાની ભઠ્ઠીઓ પર મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવે છે.

ગાંધીનગરના મુક્તિધામ સ્મશાનની CNG ભઠ્ઠીઓ સતત ચાલુ રહેવાથી બીજી વખત ઠપ્પ

author img

By

Published : Apr 21, 2021, 4:58 PM IST

  • 24 કલાક મૃતદેહો આવવાથી ખામી સર્જાઈ
  • આ પહેલા પણ ભઠ્ઠી બંધ પડી હતી
  • લાકડાની 10 ભઠ્ઠીમાં અંતિમ વિધિ થાય છે

ગાંધીનગર: મુક્તિધામ ખાતેના સ્મશાનમાં એક પછી એક સતત મૃતદેહો આવી રહ્યા છે. સ્મશાનમાં ફરજ બજાવતા લોકો તો મૃતદેહો ગણીને થાકી ગયા છે, તેની સાથે સાથે ભઠ્ઠીઓ પણ મૃતદેહો ગણી ગણીને થકી ગઈ છે. કોરોનાના દર્દીઓની CNG ભઠ્ઠીમાં અંતિમ વિધિ કરાતી હોવાથી છેલ્લા ઘણા દિવસોથી ભઠ્ઠી સતત 24 કલાક ચાલુ રહેતી હતી. જેના કારણે બીજી વખત CNG ભઠ્ઠીઓમાં ટેક્નિકલ ખામી સર્જાતા લાકડાની ભઠ્ઠીઓમાં અંતિ વિધિ કરવાની ફરજ પડી રહી છે.

ગાંધીનગરના મુક્તિધામ સ્મશાનની CNG ભઠ્ઠીઓ સતત ચાલુ રહેવાથી બીજી વખત ઠપ્પ

આ પણ વાંચો: ગાંધીનગરના સ્મશાનોમાં જગ્યાઓ ખૂટી, કુલ 32 ભઠ્ઠીઓ કાર્યરત થશે

ટેક્નિતલ ખામીના કારણે છેલ્લા 2 દિવસથી બંધ

આ અંગે મુક્તિધામ સ્મશાનના સંચાલક જીલુભા ધાંધલે કહ્યું હતું કે, ભઠ્ઠીઓમાં બે દિવસથી ખામી સર્જાતા બંધ પડી ગઈ છે. બેરિંગમાં ખામીની સાથે સાથે વાયરિંગ પણ બળી ગયું છે. જેથી દરવાજા ગરમ થતા ખોલવામાં પણ તકલીફ પડી રહી હતી. જલદીથી CNG ભઠ્ઠીઓ રિપેર કરી શરૂ કરાશે. સ્મશાનમાં રોજ 70 મૃતદેહો આવી રહ્યા છે. જેમાં 75 ટકા મૃતદેહો કોરોનાગ્રસ્ત દર્દીઓની હોય છે. આટલા બધા મૃતદેહો એક સાથે આવતા હોવાથી CNG ભઠ્ઠી બંધ પડી ગઈ હતી. જોકે, આ પહેલા પણ ભઠ્ઠીમાં ટેક્નિકલ ખામી સર્જાતા બંધ પડી હતી.

આ પણ વાંચો: કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા

અત્યારે 10 લાકડાની ભઠ્ઠીઓમાં કરાય છે અગ્નિસંસ્કાર

સીએનજી ભઠ્ઠીઓ છેલ્લા બે દિવસથી બંધ હોવાથી અન્ય બે થી ત્રણ લાકડાની ભઠ્ઠીઓ લગાવી દેવામાં આવી છે. એક સાથે 10 ભઠ્ઠીઓની ચિતા સળગી રહી છે. તે છતાં પણ ડેડ બોડી માટે વેઇટિંગ ચાલતા હોય છે. જોકે રુદ્રભૂમિમાં સ્મશાન આવેલું છે પરંતુ આ સ્મશાન સરગાસણ ખાતે હોવાથી એમ્બ્યુલન્સ પણ દુર જવાની જગ્યાએ અહીં સેક્ટર 30 સ્મશાન ગૃહમાં વધુ આવે છે. જેથી વેઇટિંગમાં સ્વજનોને ઉભા રહેવું પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.