ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવ્યો છે, કોરોના કન્ટ્રોલની બહાર થઈ ગયું છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાસંદેશ આપીને લોકોના પ્રશ્નો અંગેના જવાબો આપ્યાં હતાં. જેમાં સીએમ રૂપાણીએ કોરોના વાઇરસે ગુજરાતમાં પગપેસારો કર્યો તે માટે જણાવ્યું હતું કે, દિલ્હી અને નિઝમુદ્દીનથી જમાતના લોકો ભેગા થયા અને ત્યાંથી કોરોનાનો કેસ આંખા દેશમાં ફેલાયો અને ગુજરાતમાં પણ આવ્યો.
ગુજરાતમાં ગુજરાતમાં કોના બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સુરત બરોડામાં કેસનો વધારો થયો છે. જેના કારણે રાજ્ય સરકારે hotspot જાહેર કર્યા હતા અને એગ્રેસીવ ટેસ્ટિંગ પણ કર્યું હતું. જેથી સરકારે દરેક વ્યક્તિને ગોતી કાઢ્યા હતા, જ્યારે કોઈપણ વ્યક્તિ રડારમાંથી બહાર ન જાય તે માટે પણ અમુક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવાની પણ જરૂર પડી હતી, જ્યારે રાજ્યમાં કુલ કેસમાંથી ફક્ત 60 ટકા કેસ તો અમદાવાદના જ છે, જ્યારે 80 ટકા કેસમાં રિકવર ઝડપથી થયા છે.
આ ઉપરાંત રિકવરીનો આંક 10 ઉપર પહોંચ્યો છે, જેથી ત્રણ વર્ષ સુધી ઘણા લોકો ગોરા સામેની જંગ જીતીને પોતાના ઘરે પરત ફરશે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એક કોરોના કેરિયર લોકોને ચેપ લગાડી શકે છે. આ માટે જ રાજ્યના અમુક વિસ્તારોમાં કર્ફ્યુ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગમે તેટલા વધે અથવા તો ઘટે તે મહત્વનું નથી ગભરાવા જેવું નથી પરંતુ 85 ટકા લોકો સાજા થઇ જાય છે.
ગુજરાત રાજ્યમાં સરકારે 9500 જેટલી બેડની સુવિધા કરી છે, જ્યારે આવનારા સમયમાં 25000 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.