ETV Bharat / city

ગુજરાતમાં સીએમ બદલાય છે : અમિત ચાવડા - Gujarat Congress President Amit Chawda

ગુજરાતમાં ભાજપના જ ધારાસભ્ય ભાજપ સરકારની સામે પડ્યાં છે. એક ધારાસભ્યની સમસ્યા પૂર્ણ થાય ત્યારે પાછળપાછળ બીજા ધારાસભ્ય ઊભા જ હોય તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની સમસ્યા પૂર્ણ થઈ નથી, ત્યાં તો વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકાર વિરુદ્ધ બાંગ પોકારી છે. જેને લઇને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ એક દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ છે જેમાં વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે હવે વિદાય લેશે.

cm-varies-in-gujarat-amit-chawda
cm-varies-in-gujarat-amit-chawda
author img

By

Published : Jan 24, 2020, 5:01 PM IST

Updated : Jan 24, 2020, 8:05 PM IST

ગાંધીનગર: વડોદરાના સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે સરકારને લેખિતમાં જ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું હતું. ત્યારબાદ ભાજપ સરકારમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને બીજા દિવસે ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી દોડી તેમને મળવા ગયાં હતાં અને મનામણાં કરવામાં આવ્યાં હતાં. આ કિસ્સો શાંત પડે તે પહેલાં જ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. તેમણે કેટલાય સમયથી મહેસૂલ વિભાગમાં પડેલી ફાઇલનો નિકાલ ન આવતા રાજીનામાની ચીમકી આપી છે.

ગુજરાતમાં સીએમ બદલાય છે : અમિત ચાવડા

ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવે ચીમકી આપતાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવ જોડે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ પરંતુ સંપર્ક થઇ શક્યો નથી. જેમ કેતન ઈનામદારની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે તેવી જ રીતે મધુ શ્રીવાસ્તવની સમસ્યાને પણ નિકાલ કરવામાં આવશે.

જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના જ સભ્યોમાં રોષ જોવા મળ્યો છે તેવું જ કામ સરકારમાં થતું નથી. આ સાથે જ વિધાનસભાના સત્રમાં જ્યારે પણ ભાજપના ધારાસભ્યો અમારી જોડે બેઠાં હોય ત્યારે પણ તેઓ આવી જ ફરિયાદ કરતા હોય છે. આ ઉપરાંત હજૂ પણ 25થી 30 જેટલા ધારાસભ્યો નારાજ હોવાનું પણ સામે આવ્યું છે. જે ધીમે ધીમે લોકો સમક્ષ આવશે. આ સાથે જ રૂપાણી સરકાર પર પ્રહાર કરતા ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, જે રીતે આનંદીબેનની સરકાર પાડવામાં આવી તેવી જ રીતે હવે રૂપાણી સરકાર પણ પડવાની તૈયારીઓમાં છે. આ તમામ તૈયારીઓ દિલ્હીથી થઇ હોવાનું આક્ષેપ ચાવડા કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કૌશિક પટેલ પર પ્રહારો કર્યા છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આજે તાબડતોબ પર મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને નિવાસ સ્થાને આવીને બેઠક કરી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ પણ હાજર રહ્યાં હતાં.

Intro:approved by panchal sir

ગાંધીનગર : ગુજરાતમાં ભાજપના જ ધારાસભ્ય ભાજપ સરકારની સામે પડ્યા છે એક ધારાસભ્યનું સમસ્યા પૂર્ણ થાય ત્યારે પાછળના પાછળ બીજા ધારાસભ્ય ઊભા જ હોય તેવી જ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર ની સમસ્યા પૂર્ણ થઈ નથી ત્યાં તો બધાં જ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકાર વિરુદ્ધ બાંગ પોકારી છે જેને લઇને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ એક દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ છે જેમાં વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે હવે વિદાય લેશે..

Body:બરોડા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે સરકારને લેખિતમાં જ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું હતું ત્યાર બાદ ભાજપ સરકારમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને બીજા દિવસે ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી દોડા દોડી ગયા હતા અને તેમણે મનામણા કરવામાં આવ્યા હતા મને માર્યા બાદ તરત જ હજી બાગલા પણ ના થાય ત્યારે જ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ સરકાર સામે બાંયો ચઢાવી છે અને છેલ્લા કેટલાય સમયથી મહેસૂલ વિભાગમાં પડેલી ફાઇલ નો નિકાલ ન આવતા તેઓએ પણ રાજીનામાની ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવે ચીમકી આપતા રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી હવે આજે મધુ શ્રીવાસ્તવ જોડે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ પરંતુ સંપર્ક થઇ શકયો નથી આ સાથે જ જે કે તને ઈમાનદાર ની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે તેવી જ રીતે મધુ શ્રીવાસ્તવની સમસ્યાને પણ નીકાલ કરવામાં આવશે..

જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના જ સભ્યોમાં જોવા મળ્યો છે તેવું જ કામ સરકારમાં થતું નથી આ સાથે જ વિધાનસભાના સત્રમાં જ્યારે પણ ભાજપના ધારાસભ્યો અમારી જોડે બેઠા હોય ત્યારે પણ તેઓ આવી જ ફરિયાદ કરતા હોય છે આ સાથે જ હજી પણ ૨૫ થી ૩૦ જેટલા ધારાસભ્યો નારાજ હોવાનું પણ સામે આવ્યું છે જે ધીમે ધીમે લોકો સમક્ષ આવશે આ સાથે જ રૂપાણી સરકાર પર પ્રહાર કરતા ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે જે રીતે આનંદીબેનની સરકાર પાડવામાં આવી તેવી જ રીતે હવે રૂપાણી સરકાર પણ પાડવાની તૈયારીઓ છે આ તમામ તૈયારીઓ દિલ્હીથી થઇ હોવાનું પણ આક્ષેપો ચાવડા કર્યો હતો.

Conclusion:ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કૌશિક પટેલ પર પ્રહારો કર્યા છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આજે તાબડતોબ પર મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ ને નિવાસ સ્થાને આવીને બેઠક કરી હતી જેમાં બેઠકમાં મહત્ત્વના જ્યાં મુદ્દો છે મધુ શ્રીવાસ્તવનો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકી પણ હાજર રહ્યા હતા..
Last Updated : Jan 24, 2020, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.