ETV Bharat / city

ગુજરાતમાં 'ભારત બંધ' નહીં, વર્ષોથી કોંગ્રેસના ઢંઢેરામાં હતાં એ જ મુદ્દે હવે કોંગ્રેસ જ કરી રહી છે વિરોધ : CM વિજય રૂપાણી - ખેડૂત આંદોલન

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ત્યારે 8 ડિસેમ્બરે બંધના એલાનમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આંદોલનને વધારે સમર્થન નહીં મળે ઉપરાંત જો કોઈ વ્યક્તિ બળજબરીપૂર્વક રોજગાર વેપાર બંધ કરાવશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં 'ભારત બંધ' નહીં, વર્ષોથી કોંગ્રેસના ઢંઢેરામાં હતાં એ જ મુદ્દે હવે કોંગ્રેસ જ હવે કરી રહી છે વિરોધ : CM વિજય રૂપાણી

author img

By

Published : Dec 7, 2020, 8:48 PM IST

  • રાજ્યમાં ખેડૂત આંદોલનની અસર નહીં થાય : વિજય રૂપાણી
  • ખેડૂતોનું આંદોલન નથી ફક્ત કોંગ્રેસનું આંદોલન છે
  • બળજબરીપૂર્વક ધંધા રોજગાર બંધ કરાવવનાર વિરુદ્ધ થશે કાયદેસરની કાર્યવાહી
  • પોલીસ રહેશે એક્શન મોડમાં
  • વર્ષ 2012માં કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોમાં કૃષિ બિલ અંગેની હતી જાહેરાત

    અમદાવાદઃ જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતાં ત્રણ કિલો લોકસભાની અંદર પસાર કરવામાં આવ્યાં છે. તેને ધ્યાનમાં લઇને ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યાં છે. પરંતુ હવે આ આંદોલન જ ખેડૂતો નહીં, પરંતુ કોંગ્રેસનું મતદાન હોય તેવું નિવેદન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું. સાથે જ રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ચૂંટણીના મેનિફેસ્ટોમાં જ કૃષિ બિલ અંગેની પણ જાહેરાત કરી હતી. જેમાં એપીએમસી એક્ટ, એમએસપી બાબતે મેનિફેસ્ટોમાં લખ્યું હતું. હવે એજ બિલો ભાજપ સરકારે લોકસભામાં પસાર કર્યા છે ત્યારે કોંગ્રેસ વિરોધ કરી રહી છે.

  • કોંગ્રેસ પર જનતાનો વિશ્વાસ નથી

    વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોંગ્રેસ પર હવે લોકોને કોઇ જ પ્રકારનો વિશ્વાસ રહ્યો નથી. આંખે 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પરાજય થયો છે, ત્યારે કોંગ્રેસ ઉપર ગુજરાતની જનતાને કોઈ જ પ્રકારનો ભરોસો નથી. ગુજરાત સરકારે પણ મેક્સિમમ સેલિંગ પ્રાઇઝથી 15 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરી હોવાનું નિવેદન પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું. ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. ના પ્રજા છે, ના ખેડૂત છે, જેથી લોકોને કોંગ્રેસ પણ હવે ભરોસો જ નથી રહ્યો.

  • આંદોલન હવે રાજકીય બની ગયું છે

    મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખેડૂત આંદોલન બાબતે જણાવ્યું હતું કે, પહેલાં જે આંદોલનો ચાલી રહ્યાં હતાં તે ખેડૂતો દ્વારા આંદોલન ચાલી રહ્યાં હતાં. પરંતુ દેશના તમામ વિપક્ષોએ થઈને 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે આ ખેડૂતોનું આંદોલન રાજકીય આંદોલન બની ગયું છે જ્યારે ખેડૂત આંદોલનમાં આગેવાનોએ પણ કહ્યું હતું કે, અમે કોઇ પણ રાજકારણીને આંદોલનમાં જોડાવા દઈશું નહીં ત્યારે રાજકારણીઓના આંદોલનમાં જોડાતાં હવે આ આંદોલન રાજકીય આંદોલન બની ગયું છે.
    ભારત બંધના એલાન મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પત્રકાર પરિષદ

  • ભૂતકાળમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષના તમામ નેતાઓએ બિલને પસાર કરવાનું સૂચન આપ્યું હતું

    મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2013માં રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસનના તમામ મુખ્યપ્રધાન સાથે બેઠક યોજીને એસેન્સિયલ કોમોડિટી મુદ્દે ચર્ચા કરી હતી. સાથે જ એપીએમસીમાંથી પણ ફળફળાદિના એમ એસ પી બાબતે પણ ચર્ચા કરી હતી. હવે તેઓ વિરોધ કરી રહ્યાં છે. આ ઉપરાંત શરદ પવારે પણ જે તે સમયે એપીએમસી એક્ટ બાબતે સૂચન આપ્યું હતું. ત્યારે હવે તે વિરોધ કરીને મગરના આંસુ સારી રહ્યાં છે.

  • સરકારનું મન હંમેશા ખુલ્લું છે, સુધારા વધારા માટે સૂચનો આવકાર્ય છે

    મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જે રીતે ખેડૂતો બિલનો વિરોધ થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને સરકાર હંમેશાં કોઈ પણ પ્રકારના સુધારા વધારવા માટેના સૂચનો આવકાર્ય છે અને સરકાર સૂચનો લઈને જે તે સમયે અથવા તો સમયસર સુધારાવધારા કરશે.

  • વિરોધથી બચવા પોલીસ રક્ષણ આપવામાં આવશે

    ગુજરાત બંધ પાળવામાં આવશે ત્યારે જો કોઈપણ વ્યક્તિ બળજબરીપૂર્વક બંધ કરાવશે તો તેમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવાનું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં અમુક એપીએમસીએ જ બંધને સમર્થન આપ્યું છે ત્યારે જો કોઈ પણ વ્યક્તિ એપીએમસી જઈને બંધ કરાવશે. તો જે એપીએમસીને પોલીસ સંરક્ષણ જોઈતું હશે તો પોલીસને લક્ષણ પણ આપવામાં આવશે. આમ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તોડનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.