- તૌકતેે વાવઝોડાના કારણે થયેલા નુકસાન બાબતે મુખ્યપ્રધાનની બેઠક
- વાવાઝોડાના કારણે બાગાયતી પાકમાં થયું હતું મોટું નુકસાન
- રાજ્ય સરકારે બાગાયતી પાકના સર્વે માટે આપી હતી કૃષિ વિજ્ઞાનિકોને જવાબદારી
ગાંધીનગર: ગુજરાતમાં 17 અને 18 મેના રોજ દરિયાકિનારે ત્રાટકેલા વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. ત્યારે, સૌથી વધુ નુકસાન બાગાયતી પાકમાં જોવા મળી રહ્યો છે. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટી અને કૃષિ સંલગ્ન વૈજ્ઞાનિકોને સર્વેની જવાબદારી સોંપી હતી. આ તકે, ફરીથી વહેલી તકે બાગાયતીના વૃક્ષો ઝડપથી કઈ રીતે ઉભા થઇ શકે તે બાબતે 8 દિવસ માટે ફિલ્ડમાં કામની સોંપણી કરી હતી. ત્યારે, સોમવારે વૈજ્ઞાનિકોએ કરેલા સોધ વર્ગને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર.સી ફળદુની અધ્યક્ષતામાં વૈજ્ઞાનિકોની બેઠક યોજાઇ હતી. જેમાં, બાગાયતી પાકમાં વૈજ્ઞાનિક ઢબે 30 ટકા જેટલું નુકસાન ઓછું કરી શકાય તેવી શક્યતાઓ વૈજ્ઞાનિકોએ દર્શાવી છે.
આ પણ વાંચો: ગુજરાતની 7 યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી
30 ટકા જેટલા વૃક્ષો ફરી ઉગાડી શકાય
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વૈજ્ઞાનિકો સાથેની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિના વૈજ્ઞાનિકોએ 8 દિવસ સુધી ફિલ્ડમાં ખેતરોમાં અને ખેડુતોની સાથે રહીને કામ કર્યું છે. આ ઉપરાંત, સર્વેમાં આશરે 30 ટકાની આસપાસ જેટલા વૃક્ષો ફરીથી એ જ જગ્યા ઉપર વાવી શકાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.
ખેડૂતો માટે સોશિયલ મીડિયામાં વિડિયો કર્યો વાઇરલ
મહત્વની વાત કરવામાં આવે તો ફિલ્ડ ઉપર જઈને જે વૈજ્ઞાનિકોએ અમુક વૃક્ષનું ફરીથી વૃક્ષારોપણ કર્યું છે. તેમના વીડિયો બનાવીને ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, તેને વાયરલ પણ કરવામાં આવી રહ્યા છે. જેથી, ખેડૂત પોતાની જાતે પણ જે તે વૃક્ષ કે જે વળી ગયા હોય અથવા તો અડધા તૂંટી ગયા હોય તેને કઈ રીતે ફરીથી બરાબર કરી શકાય તે બાબતની માહિતી દર્શાવતો વીડિયો બનાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર બનાવશે એક્શન પ્લાન
રાજ્ય સરકાર અને વૈજ્ઞાનિકો વચ્ચે થયેલી સોમવારની બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકોએ 8 દિવસ ફિલ્ડમાં રહીને કામ અને સર્વે કર્યું છે. ત્યારબાદ, હવે બીજા તબક્કામાં કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પણ ફિલ્ડ પર મોકલવામાં આવશે અને સમગ્ર રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકાર ત્વરિત એક્શન પ્લાન બનાવશે. જેથી ચોમાસાની સીઝન પહેલા ખેડૂતોને ફરીથી ઊભા કરી શકાય.