ETV Bharat / city

CM રૂપાણીએ 4 બસ સ્ટેન્ડ અને 5 RTOઓનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું - ST બસ સ્ટેન્ડ

કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર મેળાવડા પર રોક લગાવી છે, ત્યારે આજે શનિવારના રોજ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં તૈયાર થઈ ગયેલા 4 જેટલા ST બસ સ્ટેન્ડ ડેપો અને 5 RTOનું ઓનલાઈન વીડિયો કોંન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું.

CM રૂપાણી
CM રૂપાણી
author img

By

Published : Jun 20, 2020, 5:31 PM IST

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં 9.80 કરોડના ખર્ચે નવા બનેલા 4 બસ મથકોનો ઇ લોકાર્પણ તેમજ 28.15 કરોડના ખર્ચે તૈયાર થયેલી 5 RTO કચેરીઓના પણ લોકાર્પણ ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. ઉદ્ઘાટન બાદ CM રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામે પૂરતી તકેદારી સાથે આપણે હવે જીવન વ્યવહાર રાબેતા મુજબ થાય તે દિશામાં હવે આપણે વિકાસની રફતાર વેગવતી બનાવી છે. કોરોનામાં ફિઝીકલ નહિ ડિજિટલ લોકાર્પણ કર્યા છે અને કોરોના સંક્રમણ છતાં ગુજરાતની વિકાસ યાત્રા રોકાશે નહિ કે, ઝૂકશે પણ નહિ.

CM રૂપાણીએ 4 બસ સ્ટેન્ડ અને 5 RTOઓનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું

વાહન વ્યવહારપ્રધાન આર.સી ફળદુ તેમજ રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં CM રૂપાણીએ લોકાર્પણ સંપન્ન કર્યા હતા. CM રૂપાણીએ કોરોના મહામારીમાં પોતાની જાતને જોખમમાં મૂકીને પણ ગુજરાત માંથી અન્ય રાજ્યોમાં શ્રમિકોને સલામત પહોંચાડવા અને અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને પણ સહી સલામત ગુજરાત લાવવા માટે ST નિગમના કર્મયોગી પરિવારને અભિનંદન આપ્યા હતા.

વાહન વ્યવહાર વિભાગમાં અદ્યતન ટેકનોલોજીના વિનિયોગથી પારદર્શી અને ઝડપી સેવાઓ આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે. રાજ્યમાં જાહેર જનતાની સેવાઓ માટેના પ્રકલ્પો બસ મથકો વગેરેના જેના ખાતમુહૂર્ત અમારા હાથે થાય તેના લોકાર્પણ પણ અમે જ કરીએ તેવી ઝડપી અને પારદર્શી કાર્ય પદ્ધતિ છે. ST નિગમ લોકોની સેવાનું માધ્યમ છે નફા નુકસાનની ચિંતા કર્યા વગર રાજ્ય સરકાર છેવાડા ના વિસ્તારોને પણ STની સરળ અને સસ્તી સેવા મળે તે માટે સંકલ્પ બદ્ધ છે. પ્રદૂષણથી બચવા માટે આગામી ટુક સમયમાં નવીન ઇલેક્ટ્રિલ બસો મૂકવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

CM રૂપાણીએ 4 બસ સ્ટેડન અને 5 RTOઓનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું

આજે લોકાર્પણ થયેલા બસ મથકોમાં ગાંધીનગરના માણસા, બનાસકાંઠાના લાખણી, છોટાઉદેપુરના સંખેડા અને તાપી જિલ્લાના કુકર મુંડાના બસ મથકો તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, છોટાઉદેપુર અને આણંદની RTO કચેરીઓ અને એ RTO કચેરીઓનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.