ગાંધીનગર ગાંધીનગરમાં ભાજપ સરકારની અંતિમ કેબિનેટ આજે મુખ્યપ્રધાન પટેલની (CM Patel Last Cabinet Meeting in Gandhinagar ) અધ્યક્ષતામાં મળી હતી. રાજ્યના નાગરિકોને રીઝવવાના પ્રયાસો કરતાં સરકારે મહત્વના નિર્ણયોને આખરી ઓપ આપ્યો છે. કેબિનેટ બેઠકમાં ક્રમ નક્કી કરવામાં આવતો હોય છે. ત્યારે સરકારે મતદારોને રાહતનો અનુભવ કરાવવાના હેતુથી નિર્ણયો લીધાં છે. સાથે કેદારનાથમાં ભાવનગરના ત્રણ રહેવાસી બહેનો હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યાં છે તેમને માટેે કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી અને અંતે રાજ્યના મુખ્યપ્રધાન રાહતનિધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય ( Aid announced to families of Kedarnath Mishap ) આપવાની તાત્કાલિક જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે અંતિમ કેબિનેટ બેઠકમાં લીધેલા અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં લાભ પાંચમના તહેવારથી જ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે તેમ જણાવાયું છે.
દિવાળીમાં 100 રૂપિયામાં તેલ રાજ્યના 66 લાખ જેટલા પરિવાર કે જેઓ એનએફએસએ કાર્ડ ધરાવે તેમને રાજ્ય સરકાર દ્વારા દર દિવાળીના દિવસે અને તહેવારોમાં સરકાર તરફથી તેલની ભેટસોગાત આપવામાં આવી છે. પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી ( Jeetu Vaghani announced ) હતી કે ગરીબ પરિવારોને સો રૂપિયાના રાહત દરે તેલનું વિતરણ કરવામાં આવશે. જે નજીકના રેશનની દુકાન પરથી તેલની ખરીદી કરી શકાશે.
લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવથી ખરીદી ( Buying started at MSP from Labha Panhami ) ની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ સરકાર ખેડૂતોના આર્થિક લાભને ધ્યાનમાં રાખી મગફળી, મગ, અડદ અને સોયાબીનની લાભ પાંચમથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યમાં ખેડૂતો પાસેથી એક વર્ષમાં 3646 કરોડની મગફળી, તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. જ્યારે રાજ્યના 3.43 લાખ ખેડૂતો પાસેથી 6.73 કરોડ મેટ્રિક ટન જથ્થો ખરીદવામાં આવ્યો છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં 24 લાખ ખેડૂતો પાસેથી 22,596 કરોડ મૂલ્યની વિવિધ જણસોની ખરીદી કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની સમીક્ષા આ ઉપરાંત આજની કેબિનેટ બેઠક (CM Patel Last Cabinet Meeting in Gandhinagar ) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તે બાબતની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે તેની સમીક્ષા અને કાર્યક્રમમાં સુરક્ષા બાબતની પણ સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી.