ETV Bharat / city

Vibrant Summit 2022 માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા સીએમ ભૂપેન્દ્ર પટેલે જર્મન એમ્બેસેડરને નિમંત્રણ પાઠવ્યું - સ્ટેચ્યુ ઓફ યુનિટી

વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત Vibrant Summit 2022ની તારીખો નક્કી કરી લેવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સૌજન્ય મુલાકાતે જર્મનીના એમ્બેસેટર  વોલ્ટર-લિંડનેર ( German Ambassador Walter-Lindner ) અને મુંબઇમાં જર્મનીના કોન્સ્યુલ જનરલ જુર્ગેન મોરહર્દે ગાંધીનગરમાં લીધી હતી. મુલાકાત દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે જર્મનીને પાર્ટનર કન્ટ્રી (Vibrant Summit 2022 Partner Country) તરીકે જોડાવા આમંત્રણ આપ્યું હતું.

Vibrant Summit 2022 માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા સીએમ ભૂપેન્દ્ર પટેલે જર્મન એમ્બેસેડરને નિમંત્રણ પાઠવ્યું

author img

By

Published : Oct 26, 2021, 9:20 PM IST

  • સીએમ ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે જર્મન એમ્બેસેડર વોલ્ટર લિંડને
  • Vibrant Summit 2022માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા નિમંત્રણ
  • 10થી વધુ જર્મન કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે

ગાંધીનગરઃ સીએમ પટેલ (CM Bhupendra Patel) સાથેની મુલાકાત દરમિયાન જર્મન એમ્બેસેડરે ( German Ambassador Walter-Lindner ) ગુજરાત સાથેના સાંસ્કૃતિક અને વેપાર-વણજના સંબંધો વિકસાવવાની ઉત્સુકતા દર્શાવતાં કહ્યું કે, ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રશાસનિક વ્યવસ્થાઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટને પરિણામે 10 ઉપરાંત જર્મન કંપનીઓ અહીં કાર્યરત છે. આ સૌજન્ય મુલાકાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પૂના, હૈદ્રાબાદ, બેંગાલુરૂ જેવા સ્થળોને બદલે અમદાવાદ-ગુજરાતમાં બિઝનેસ-કારોબાર વિકસાવવાની જર્મન કંપનીઓ-ઉદ્યોગોના વલણમાં રાજ્યની એફિસિયન્ટ ગવર્નન્સ મૂળભૂત કારણરૂપ છે.

રાજ્ય સરકાર ઉદ્યોગોને મદદ કરશે

સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પરસ્પરના સહયોગથી બિઝનેસ રિલેશન્સ (Gujarat Germany Business Relations) આગળ વધારવાની નેમ વ્યકત કરતાં આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમિયાન કહ્યું કે, રાજ્ય સરકાર ગુજરાતમાં કાર્યરત જર્મન ઉદ્યોગગૃહોને સહકાર, મદદ પૂરી પાડશે. ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ સૌના સાથે સૌના વિકાસના મંત્રથી જે ઇન્કલુઝિવ ડેવલપમેન્ટની દિશા વિશ્વને બતાવી છે તેમાં પણ ગુજરાત-જર્મની સાથે મળી સીમાચિન્હરૂપ કામગીરી કરી શકે તેમ છે. ભૂપેન્દ્ર પટેલે જર્મન એમ્બેસેડરને સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું હતું.

રાજ્ય સરકાર ગુજરાતમાં કાર્યરત જર્મન ઉદ્યોગગૃહોને સહકાર, મદદ પૂરી પાડશે

યુવાઓને સ્કિલ ડેવલપમેન્ટ પર પરામર્શ

સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાતમાં યુવાઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ જર્મન ઉદ્યોગ કંપનીઓ, તાલીમ સંસ્થાઓની સહભાગિતાની સંભાવનાઓ પર ફોકસ કરવા પણ પરામર્શ કર્યો હતો. જર્મનીના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલે ઇન્ડો-જર્મન ટુલરૂમ અમદાવાદમાં કાર્યરત છે અને જર્મન કંપનીઓને અનુરૂપ કુશળ માનવબળ માટે વોકેશનલ ટ્રેનિંગ આપી શકાય તેમ છે તેની ભૂમિકા આ સંદર્ભમાં આપી હતી.

આ પણ વાંચોઃ e-vehicles ખરીદીની Subsidy માટે લોન્ચ થયું પોર્ટલ, 1,300 સુપરવાઇઝર, ઈન્સ્ટ્રકટરને નિમણૂકપત્ર એનાયત

આ પણ વાંચોઃ જૂનાગઢના યુવાન અને જર્મન યુવતીની અનોખી પ્રેમ કહાની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.