- ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગોને Subsidy ચૂકવી
- 600 કરોડની સબસિડી ચુકવવામાં આવી
- વિજય રૂપાણી સરકારની બાકીની સબસિડી ચુકવવામાં આવી
- પક્ષ દ્વારા પણ સબસિડી ચૂકવવામાં આવે તેવી હતી ભલામણ
ગાંધીનગર : રાજ્ય સરકારના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વિજય રૂપાણી સરકારમાં અને ઉદ્યોગની સબસિડી (Subsidy) બાકી હતી જેમાં ભાજપ પક્ષ અને પણ ઉદ્યોગકારોએ ફરિયાદ કરી હતી. ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) નવનિયુક્ત સરકાર બનતા ફરીથી પક્ષ દ્વારા રાજ્ય સરકારને ઉદ્યોગોની સબસિડી ચૂકવવાની ભલામણ કરવામાં આવી હતી.
ક્યાં અટકી હતી સબસિડી
વિજય રૂપાણી દ્વારા જે ઉદ્યોગોને સબસિડી (Subsidy)આપવાની હતી તેની ચૂકવણી જે તે વિભાગ દ્વારા કરી દેવામાં આવી હતી. પરંતુ આ સબસિડીની રકમ ઉદ્યોગકારો પાસે પહોંચી ન હતી અને જે તે વિભાગો પાસે જ વણવપરાયેલી પડી રહી હતી. ત્યારે આ બાબતે સમગ્ર ઘટનાની તપાસ કરતા ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકારે તાત્કાલિક ધોરણે એટલે કે દસ દિવસ પહેલાં જ તમામ ઉદ્યોગકારોને સબસિડી ચુકવી છે. જેમાં લઘુ ઉદ્યોગોને 200 કરોડ મધ્યમ ઉદ્યોગોને 200 કરોડ અને અન્ય ઉદ્યોગોને 200 કરોડ એમ કુલ 600 કરોડ રૂપિયાની સબસિડી (Subsidy) ચૂકવવામાં આવી છે.
આ પણ વાંચોઃ વર્ષ 2019ની ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસી અંતર્ગત ઇન્ટરેસ્ટ સબસિડી એન્ડ પાવર ટેરીફ સબસિડી મંજુર
આ પણ વાંચોઃ પેટ્રોલ ડીઝલ જીએસટીમાં સમાવવા મુદ્દે કાઉન્સિલ નક્કી કરશે, ઊર્જા વિભાગની સબસિડી બાબતે જાહેરાત થશે: કનુ દેસાઈ