ગાંધીનગર : સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની (Azadi Ka Amrut Mahotsav) ઉજવણી અન્વયે આજે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં (CM Bhupendra Patel at Prabhat Ferry in Gandhinagar) જોડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા.
વૃદ્ધાઓ જોડાયા પ્રભાત ફેરીમાં - સીએમ ભુપેન્દ્ર પટેલની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો. અને સરઢવના અબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમા (CM Bhupendra Patel in Prabhat Ferry) ઉમટી પડ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરી માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું. પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે સરઢવના અંબાજી માતા, રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં મંગળા આરતી કરી દર્શન અર્ચન કર્યા હતા.
આ પણ વાંચો : Azadi Ka Amrut Mahotsav: આઝાદી કા અમૃત મહોત્સવ અંતરગત ભાજપ યુવા મોરચા દ્વારા સાબરકાંઠામાં રેલી યોજાઇ
શાળાના જન્મ દિવસની ઉજવણી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ગામોમાં પ્રભાત ફેરી, ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપાવનારા ગામના વ્યક્તિ વિશેષ, નિવૃત ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકોના સન્માન, શાળાનો જન્મ દિવસ, વૃક્ષારોપણ સહિતના વિવિધ જન વિકાસ કામો લોકભાગીદારીથી આ જન ઉત્સવ અંતર્ગત ઉજવવા માટે જે આહવાન કર્યું છે. તેને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરઢવના ગ્રામજનો સાથે આજે સાકાર કર્યું છે. સાથે જ ભૂપેન્દ્ર પટેલે ગામમાં નવિન RO પ્લાન્ટનું (Bhupendra Patel Inaugurated the RO Plant) પણ લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : BJP Bike Rally In Gujarat: ભાજપ યુવા મોરચાની બાઇક રેલીથી ગુજરાતની અડધો અડધ વિધાનસભા સીટો સાધશે
ખેડૂતોનું સન્માન - મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી સફળતા પૂર્વક અપનાવી છે. તેમનું પણ સન્માન કર્યું હતું. સીએમની સાથે આ અવસરે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, ધારાસભ્ય શંભુજી ઠાકોર, પૂર્વ પ્રધાન વાડી પટેલ, સરપંચ કિરીટ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ, શાળાના છાત્રો (CM Bhupendra Patel in Sardhav village) વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.