- રાજ્યમાં 23 નવેમ્બરથી શાળાઓ શરૂ થશે
- બાળકોની જવાબદારી સરકારની પણ છે
- અન્ય રાજ્યમાં સારી રીતે શાળાઓ શરૂ થઈ છે
- અમુક લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે
ગાંધીનગર : 23 નવેમ્બર રાજ્યમાં ધોરણ 9 થી 12ના વર્ગો ફરીથી શરૂ થઈ રહ્યા છે જ્યારે રાજ્ય સરકારે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને બાળકોની હાજરી પણ મરજીયાત કરી છે. પરંતુ તેમ છતાં પણ અમુક લોકો દ્વારા બાળકોની જવાબદારી કોની સરકાર જવાબદારી નથી લઈ અને વાલીઓ પાસેથી સંમતિ પત્રક લખાવી રહી છે. તેને ધ્યાનમાં લઇને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર તમામ બાળકોની જવાબદારી લે છે. જ્યારે સરકારની પણ જવાબદારી આવે છે તે જવાબદારીને ધ્યાનમાં લઈને જ શાળા શરૂ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સના આધારે જ સંમતિપત્ર લખાવવામાં આવશે
રાજ્ય સરકારે 11 નવેમ્બરના દિવસે જાહેરાત કરી છે કે 23 નવેમ્બરના દિવસથી રાજ્યમાં શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવશે. પરંતુ શાળાના બાળકોના વાલીઓ પાસેથી સંમતિપત્રક આપવાનું રહેશે. જેને લઇને અનેક વિરોધ પણ થયો હતો. ત્યારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે જ ગુજરાત સરકારે પણ વાલીઓ પાસેથી સંમતિ પત્રક મંગાવવામાં આવ્યું છે. જ્યારે આ બાબતે રાજ્ય સરકારે પોતાના રીતે કોઇ જ પ્રકારનો નિર્ણય કર્યો નથી..
અન્ય રાજ્યમાં શાળાઓ શરૂ થઈ છે, સારી રીતે કાર્યરત પણ છે
શાળા ખુલવાના વાલીઓના વિરોધને લઈને રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તે નિર્ણય કેબિનેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ જ લેવામાં આવ્યો છે. જ્યારે આજે પણ મોટાભાગમાં જ્યાં શાળાઓ શરૂ થઈ છે તે તમામ રાજ્યોના શિક્ષણપ્રધાન અને શિક્ષણ સચિવો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. જ્યારે જે તે રાજ્યમાં શાળાઓ શરૂ થઇ છે, ત્યાં પણ અત્યારે શાળાઓ સારી રીતે યથાવત છે. જ્યારે ઉત્તર પ્રદેશના શિક્ષણપ્રધાન દિનેશ શર્મા સાથે પણ વાતચીત કરવામાં આવી છે. ત્યાં પણ શાળા યથાવત છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર પણ આપણી સાથે જ 23 નવેમ્બરના રોજ શાળાઓ શરૂ કરશેે.
સરકાર જવાબદારીમાંથી નહીં છટકે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ઉલ્લેખનીય છે કે વાલી મંડળ દ્વારા બાળકોની જવાબદારી કોની તેવા પણ અનેક સવાલો સરકાર સામે મૂકવામાં આવ્યાં છે ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે બાળકોની જવાબદારી એ સરકારની પણ છે જ્યારે સરકાર બાળકના જવાબદારીમાંથી છટકશે નહીં.