ગાંધીનગર: આજે ગણેશ ચતુર્થી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના નિવાસ સ્થાનમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે. તેમણે પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપના નવતર અભિગમ અપનાવ્યો છે. ગણેશ ચતુર્થીનો ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જ્યારે ખાસ કરીને બરોડા, સુરત, વલસાડ જેવા શહેરોમાં ધામધૂમપૂર્વક વિઘ્નહર્તા ગણેશજીના આ ઉત્સવને મોટાપાયે ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે પણ આ સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરી હતી.
મુખ્ય પ્રધાને પોતાના નિવાસસ્થાને અભિગમ વિચાર સાથે ગણેશજીનું સ્થાપન કર્યું છે. તેમજ પ્લાન્ટ એ પ્લાન્ટ વીથ ગણેશનો એક નવતર અભિગમ તેમણે આ ગણેશ સ્થાપનામાં અપનાવ્યો છે. આ નવતર અભિગમની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટાપાયે વૃક્ષો વાવવા આ અવસરે રાજ્યભરની જનતાને અપીલ કરી હતી.