ETV Bharat / city

CM વિજય રૂપાણીની રાજ્યસભા સાંસદ સ્વ.અભયભાઇ ભારદ્વાજને ભાવસભર શ્રદ્ધાંજલિ

રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં રાજકોટના વતની સાંસદ અભયભાઈ ભારદ્વાજનું આજે મંગળવારે ચેન્નઈમાં નિધન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સપ્ટેમ્બર મહિનાથી તેમની સારવાર ચાલતી હતી. આજે તેમના નિધનના સમાચાર મળતાં ગુજરાત શોકમય બન્યું છે. CM વિજય રૂપાણીએ પણ તેમને ભાવસભર શ્રદ્ધાંજલિ આર્પી છે.

ETV BHARAT
CM વિજય રૂપાણીની રાજ્યસભા સાંસદ સ્વ.અભયભાઇ ભારદ્વાજને ભાવસભર શ્રદ્ધાંજલિ
author img

By

Published : Dec 1, 2020, 9:15 PM IST

  • રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન
  • CM વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
  • વિજયભાઈએ અભયભાઈને પોતાના પરમ મિત્ર ગણાવ્યા

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યસભાના સાંસદ અને ભાજપા અગ્રણી અભયભાઇ ભારદ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી છે.

ગુજરાતને મોટી ખોટ પડી છેઃ CM રૂપાણી

મુખ્યપ્રધાને સ્વ.અભયભાઇના અવસાનથી શોકમગ્ન સંવેદના સાથે તેમને ભાવાંજલિ આપતા શોક સંદેશમાં જણાવ્યું છે કે, પોતાના પરમ મિત્ર, અદના સાથી, સહકાર્યકર્તા અને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા અભયભાઇના અવસાનથી ભાજપા અને વ્યકિતગત રીતે તેમને પોતાને અને ગુજરાતને મોટી ખોટ પડી છે. અભયભાઇ ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા. ખાસ કરીને તેઓ લડાયક નેતૃત્વ કરવા સાથે દેશ, ધર્મ, સંસ્કૃતિ, સમાજ માટે તેમનું કમિટમેન્ટ-પ્રતિબદ્ધતા હતી.

CM વિજય રૂપાણીની રાજ્યસભા સાંસદ સ્વ.અભયભાઇ ભારદ્વાજને ભાવસભર શ્રદ્ધાંજલિ

અભયભાઈ સરળ સ્વભાવના હતા

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, સ્વ.અભયભાઇ સૌને સાથે લઇને ચાલનારા સરળ સ્વભાવના વ્યકિતત્વના ધની હતા. તેમની વર્ષોથી ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તાથી માંડીને રાજ્યસભાના સાંસદ તરીકેની જીવનયાત્રા રહી છે. તેમના અવસાનથી સ્વ.અભયભાઇના પરિવારને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ એક સંનિષ્ઠ-સારા નેતા-કાર્યકતા ગુમાવ્યા છે.

અભયભાઈના આત્માને પરમશાંતિ આપે તેવી પ્રાર્થનાઃ CM

મુખ્યપ્રધાને સ્વ.અભયભાઇ ભારદ્વાજના આત્માની પરમશાંતિની પરમાત્માને પ્રાર્થના કરવા સાથે તેમના પરિવાર પર આવી પડેલી આ કપરી વેળાને સહન કરવા પ્રભુ હિંમત આપે દુ:ખ સહન કરવાની શકિત આપે તેમ પણ શોકાંજલી સંદેશમાં જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.