ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા અનુરાધા પૌંડવાલ અને વર્ષા ત્રિવેદીને સંયુક્તપણે અપાયો તાના-રીરી એવોર્ડ - Tana-Riri Music Festival 2020-21

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ 2020-21નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પૌંડવાલ અને મૂળ ભાવનગરના વર્ષા ત્રિવેદીને સંયુકતપણે અર્પણ કરાયો છે, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં બંન્ને એવોર્ડ વિજેતાઓને ખાસ એવોર્ડ માટે ગાંધીનગર આંમત્રિત કરી એવોર્ડ એનાયત કર્યા હતા. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શાલ દ્વારા એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવે છે.

મુખ્યપ્રધાને એનાયત કર્યો તાના-રીરી એવોર્ડ, અનુરાધા પૌંડવાલ અને વર્ષા ત્રિવેદીને સંયુક્તપણે અપાયો

author img

By

Published : Nov 27, 2020, 12:26 PM IST

  • અનુરાધા પૌંડવાલ અને વર્ષા ત્રિવેદીને સંયુક્તપણે અપાયો તાના-રીરી એવોર્ડ
  • વર્ષ 2003થી તાના-રીરી સંગીત મહોત્સવની વડનગરમાં શરૂઆત
  • વડાપ્રધાન મોદીની પ્રેરણાથી સંગીત મહાત્સવની કરાઈ શરુઆત

ગંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ 2020-21નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના વર્ષા ત્રિવેદીને સંયુકતપણે અર્પણ કરાયો છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં બંન્ને એવોર્ડ વિજેતાઓને ખાસ એવોર્ડ માટે ગાંધીનગર આંમત્રિત કરી એવોર્ડ એનાયત કર્યા હતા. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શાલ દ્વારા એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવે છે.

વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી યોજાઈ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં દર વર્ષે 2 દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાનની પ્રેરણાથી વર્ષ 2003થી કરવામાં આવે છે. આદ્ય કવિ નરસિંહ મહેતાની બે દોહિત્રી તાના-રીરીના અમર સંગીત ઇતિહાસની સ્મૃતિ જનમાનસમાં સદાકાળ ઊજાગર રહે તેવા ઉદાત્ત ભાવ સાથે તાના-રીરી મહોત્સવ યોજાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2010ના વર્ષથી સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી છે. આ પરંપરા મુબજ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વર્ષ 2020-21ના તાના-રીરી એવોર્ડ ગુરુવારે ગાંધીનગરમાં એનાયત કર્યા હતા. મુખ્યપ્રધાને સુશ્રી અનુરાધા પોંડવાલ અને વર્ષા ત્રિવેદીએ સંગીત-ગાયન ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાનની પ્રશંસા કરી હતી, આ સાથે તેઓ આ પ્રદાન અવિરત આપતાં રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.

મુખ્યપ્રધાને એનાયત કર્યો તાના-રીરી એવોર્ડ, અનુરાધા પૌંડવાલ અને વર્ષા ત્રિવેદીને સંયુક્તપણે અપાયો
મુખ્યપ્રધાને એનાયત કર્યો તાના-રીરી એવોર્ડ, અનુરાધા પૌંડવાલ અને વર્ષા ત્રિવેદીને સંયુક્તપણે અપાયો

તાના-રીરી સમાધી સમીપે યોજાય છે સંગીત મહોત્સવ

વડાપ્રધાન મોદીની પ્રેરણાથી પોતાના વતન વડનગરમાં વર્ષ 2003થી તાના-રીરી સંગીત મહોત્સવ યોજાય છે, નરસિંહ મહેતાની બંન્ને દોહિત્રીના સમાધિ વડનગરમાં આવેલી છે. આથી દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું તાના-રીરી સમાધિ સ્થળ સમીપે આયોજન કરવામાં આવે છે, તેમજ આ મહોત્સવમાં એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણની વિશિષ્ટ સ્થિતિમાં CMએ આ વર્ષનો તાના-રીરી એવોર્ડ અનુરાધા પોંડવાલ અને વર્ષા ત્રિવેદીને ખાસ ગાંધીનગરમાં આમંત્રીને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યપ્રધાન ઇશ્વરસિંહ પટેલ, સંગીત નાટય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામેલા તાના-રીરી મહોત્સવમાં ૨૦૧૦થી તાના-રીરી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.

ક્યાં વર્ષમાં કોને એવોર્ડ અપાયો ?

2010માં સુપ્રસિદ્ધ ગાયિકા સ્વર કિન્નરી લતા મંગેશકર અને ઉષા મંગેશકર બંન્ને બહેનોને તેમજ 2011-12માં પદ્મભુષણ ગિરીજાદેવી, 2012-13માં કિશોરી આમોનકર, 2013-14માં બેગમ પરવીન સુલ્તાના, 2014-15માં સ્વર યોગીની ડો. પ્રભા અત્રે તેમજ 2016-17માં મંજુ મહેતા અને ડો. લલીથ રાવને તથા 2017-18માં પદ્મશ્રી આશા ભોંસલે અને 2018-19માં વિદૂષી રૂપાંદે શાહ અને 2019-20માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલ જેવા સ્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્ય સરકાર દ્વારા તાના-રીરી એવોર્ડ સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.