ETV Bharat / city

ગુજરાતની ચૂંટણી પહેલા પાટીલ અને પટેલ દિલ્હી રવાના, મોટા નિર્ણયના એંધાણ - CM Bhupendra Patel

દિલ્હીમાં ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election 2022) 2022 ચૂંટણીને લઇને બેઠક માટે મુખ્યપ્રધાન અને સી.આર.પાટીલ દિલ્હી જવા માટે રવાના થયા છે. ભાજપે ચૂંટણીની તૈયારી અને ઉમેદવારનું નામ નક્કી (Gujarat BJP Election Preparation) કરવા માટે દિલ્હીમાં યુદ્ધના ધોરણે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક ભાગ લેવા મુખ્યપ્રધાન ભપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી ગયા છે.

ગુજરાતની ચૂંટણી પહેલા પાટીલ અને પટેલ રવાના, મોટા નિર્ણયના એંધાણ

author img

By

Published : Oct 14, 2022, 2:04 PM IST

Updated : Oct 14, 2022, 10:20 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ક્યા ઉમેદવારો મેદાને ઊતરશે એ અંગે દિલ્હીથી નિર્ણય લેવાઈ શકે છે. ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલને દિલ્હીનું તેડું આવ્યું છે. હાઈકમાન્ડ (BJP High Command) સાથે મુલાકાત કરી ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ માટે કોઈ મોટો નિર્ણય (CM Bhupendra Patel) લેવાઈ શકે છે. હિમાચલ પ્રદેશની વિધાનસભાની (Himachal Pradesh Election Dates) ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તારીખ 12 નવેમ્બરના રોજ મતદાન થઈ શકે છે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થઈ શકે છે.

નો રીપિટ થિયરીઃ આ બેઠક પહેલા સૌથી વધારે ચર્ચા નો રીપિટ થિયરની થઈ રહી છે. જોકે, ભાજપ આ પોલીસી લાગુ કરે તો જૂનાજોગી અને સિનિયર ગણાતા નેતાઓના પત્તા કપાઈ શકે છે. ખાસ કરીને મહત્ત્વની બેઠક પર ક્યો મોટો ચહેરો રહેશે એ અંગે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. દિલ્હીથી ઉમેદવારના નામ નક્કી થઈ શકે છે. હિમાચલ પ્રદેશની સાથોસાથ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની હતી. પણ ચૂંટણી પંચે માત્ર હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે.

વડાપ્રધાનની મુલાકાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતની મુલાકાત લેવાના છે. આ વખતે તેઓ રાજકોટ તથા અમદાવાદની મુલાકાત લેવાના છે. આ સાથે તેઓ ડિફેન્સ એક્સપોમાં પણ ખાસ હાજરી આપશે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો પણ અમુક કારણોથી એ પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. તારીખ 18 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

Last Updated : Oct 14, 2022, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.