ETV Bharat / city

કેન્દ્રિય શિક્ષણ વિભાગના ડેલિગેશને ગાંધીનગરની કરી મુલાકાત, PM Modi શિક્ષક દિવસે ગાંધીનગરમાં સેન્ટર ફોર એક્સલન્સનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા - વીડિયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન

રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવવા માટે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ (Command and Control Unit) તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા. બુધવારે અધિકારીઓએ મોડી સાંજ સુધી કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટના કાર્યોની માહિતી મેળવી હતી. તો ગાંધીનગરમાં તૈયાર થયેલા સેન્ટર ફોર એક્સલન્સનું (Center for Excellence) ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) કરે તેવી શક્યતા છે. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ નિમિત્તે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સથી આનું ઉદ્ઘાટન કરી શકે છે.

કેન્દ્રિય શિક્ષણ વિભાગના ડેલિગેશને ગાંધીનગરની કરી મુલાકાત, PM Modi શિક્ષક દિવસે ગાંધીનગરમાં સેન્ટર ફોર એક્સલન્સનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા

author img

By

Published : Aug 27, 2021, 12:21 PM IST

  • ભારત સરકારના શિક્ષણ વિભાગનું ડેલિગેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ ગાંધીનગરની મુલાકાતે આવ્યું
  • ભારત સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓએ ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલની મુલાકાત લીધી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં આવીને સેન્ટર ઓફ એક્સલન્સનું કરવાના હતા ઉદ્ઘાટન
  • હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સેન્ટર ઓફ એક્સલન્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા અને શિક્ષણનું સ્તર સુધારવા માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગરમાં આવેલા સેન્ટર ફોર એક્સલન્સનું વર્ચ્યૂઅલી ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. જોકે, આ પહેલા ભારત સરકારના શિક્ષણ વિભાગનું ડેલિગેશન ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલની મુલાકાતે આવ્યું હતું. આ ડેલિગેશને રાજ્યના શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

ભારત સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓએ ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલની મુલાકાત લીધી

આ પણ વાંચો-
વડાપ્રધાનના જન્મદિવસ પર Happy Birthday To You નહી ગાવવામાં આવે, મચશે ધૂમ રામ ધૂનની

3 વર્ષના કાર્યને અધિકારીઓ સમક્ષ રજૂ કરાયા

સચિવ (પ્રાથમિક અને માધ્યમિક) શિક્ષણ વિભાગના ડૉ. વિનોદ રાવે કેન્દ્ર સરકારના અધિકારીઓને આવકારીને કામગીરી બાબતે માહિતી આપી હતી, જેમાં છેલ્લા 3 વર્ષમાં થયેલા શિક્ષણ વિભાગના નૂતન પ્રકલ્પો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમ જ આ પ્રકલ્પોની સિદ્ધિ અને મળેલ ઉત્તમ પરિણામ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રેઝન્ટેશન વખતે ભારત સરકારના ડેલિગેટ વિવિધ પ્રકલ્પોની સિદ્ધિ અને અમલીકરણ વગેરે બાબતોથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ પૈકી ગુણોત્સવ 2.0, પ્રવેશોત્સવ 2.0, સ્કૂલ અક્રેડિટેશન, ઓનલાઈન એટેન્ડન્સ, સ્કુલ રેડિનેસ, નિદાન કસોટી, શિક્ષક સજજતા સર્વેક્ષણ વગેરે વિષે ઊંડાણપૂર્વક વિગતો મેળવી હતી અને આ બાબતોને વિસ્તૃત રીતે સમજવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો- PM Modiએ 37મી પ્રગતિ બેઠકની કરી અધ્યક્ષતા, ઓક્સિજન પ્લાન્ટના નિર્માણ અને હોસ્પિટલના બેડ પર દેખરેખ રાખવા નિર્દેશ

શિક્ષકો અને વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી

CCC 2.0 ખાતે આવેલી આવેલ વીડિયો વોલ અંગે તેમણે માહિતી મેળવી હતી. રાજ્યના CRC, BRC અને શાળાઓના પ્રિન્સિપાલ તેમ જ શિક્ષકો સાથે કેવી રીતે વીડિયો કોલ થાય છે? અને શું શું ડેટા અહીંથી તેમને આપવામાં આવે છે. તે અંગે પ્રત્યક્ષ નિદર્શન કરીને તેમણે લાઈવ વીડિયો કોલ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુરા શાળાના CRC અને વિદ્યાર્થી સાથે વાત અને સંવાદ કરીને આ અંગે વિગતો મેળવી હતી. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના સ્કૂલ રિપોર્ટ કાર્ડ, વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ, G-SHALA APP, એકમ કસોટી, સત્રાંત કસોટી, વાચન સ્પીડ, વોટ્સએપ સ્વમૂલ્યાંકન, હોમ લર્નિંગ, દિક્ષા, યુ-ટ્યૂબ, માઈક્રોસોફ્ટ ટિમ્સ વગેરે ડેટા ડેશબોર્ડમાંથી અનેક સ્તર (રાજ્ય, જિલ્લા, તાલુકા, ક્લસ્ટર, શાળા,વિદ્યાર્થી) સુધી ઉપલબ્ધ છે. આ જાણીને એમને ખૂબ નવાઈ અનુભવી હતી. અને આ પ્રકારે કાર્ય કરનારું દેશમાં આ પ્રથમ રાજ્ય છે કે, જેમણે ગ્રાઉન્ડ લેવલ ઉપર આ પ્રકારે પ્રત્યેક વિદ્યાર્થીના પ્રત્યેક ધોરણ અને વિષયના લર્નિંગ આઉટકમ માટે આટલી મોટી જહેમત ઉઠાવી હોય તેમ જણાવ્યું હતું.

ભારત સરકારના શિક્ષણ વિભાગનું ડેલિગેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ ગાંધીનગરની મુલાકાતે આવ્યું

ભારત સરકારના ક્યાં શિક્ષણ વિભાગના અધિકારીઓ રહ્યા હાજર

કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની મુલાકાત દરમિયાન CBSE ચેરપર્સન મનોજ આહુજા, એડિશનલ સેક્રેટરી MOE સંતોષ સારંગી, ચેરપર્સન CIET અમરેન્દ્ર બહેરા, MOE રજનીશ કુમાર, મેમ્બર સેક્રેટરી NTE કેસાંગ શેરપા, REGIONAL DIRECTOR WRC અખિલ શ્રીવાસ્તવ તેમ જ DS પ્રિતમ સિંઘ, SO અભિમન્યુ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- વડાપ્રધાનના જન્મદિવસ પર Happy Birthday To You નહી ગાવવામાં આવે, મચશે ધૂમ રામ ધૂનની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.