ETV Bharat / city

રાજ્યમાં પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશનથી વસ્તી ગણતરી, પ્રથમ તબક્કાની કામગીરી સપ્ટેમ્બર-2020 સુધી

author img

By

Published : Nov 20, 2019, 7:26 PM IST

ગાંધીનગર: ભારતની વસ્તી ગણતરી 2021ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસ્તી ગણતરી 2021એ વર્ષ 1872થી સળંગ શૃંખલામાં 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી છે. ગજરાતમાં આ વસ્તી ગણતરીનો શુભારંભના પ્રથમ તબક્કો મે-જૂન-2020થી શરૂ થશે અને સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે. ગુજરાતમાં સૌ પ્રથમવાર વસ્તી ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

રાજ્યમાં પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશનથી થશે વસ્તી ગણતરી

વસ્તી ગણતરી બાબતે ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસ્તી ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસ્તી ગણતરી અંતરાય વિના અવિરત પણે દર 10 વર્ષે નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કૂદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસ્તી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ થઇ છે.

આગામી 2021ની વસ્તી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર યાદી કરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રક(NPR)ની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી પણ કરાશે. વસ્તી ગણતરી 2021ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સેસ 2021ના CMMS પોર્ટલ દ્વારા કરાશે. જેથી વસ્તી ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપની પ્રસિદ્ધ કરી શકાશે.

ગુજરાતમાં હાથ ધરાનાર વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની તાલીમ શિબિરનું આયોજન 18 થી 23 નવેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે કરાયું છે, જેનું ઉદ્ઘાટન રેવન્યુ ઇન્સ્પેકશન કમિશ્નર અને સ્ટેટ કો-ઓર્ડિનેટર (સેન્સસ) આર.જે. માંકડિયાએ કર્યું હતું.

Intro:Approved by panchal sir

ખાસ નોંધ : ઇલેક્શન પંચ ના ફોટો અથવા પબ્લિક ના ફાઈલ ફૂટેજનો ઉપયોગ કરવા વિનંતીજી

ગાંધીનગર : ભારતની વસતી ગણતરી 2021ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી 2021એ વર્ષ 1872 થી સળંગ શૃંખલામાં 16 મી અને આઝાદી પછીની 8મી વસતી ગણતરી છે. ગજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભના પ્રથમ તબક્કો મે-જુન-૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે. ગુજરાતમાં સૌ પથ્રમવાર વસતી ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. Body:વસ્તી ગણતરી બાબતે ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસતી ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરત પણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલુ જ નહીં પુર, રોગચાળો, કૂદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ થઇ છે. આગામી 2021 ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘરયાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રક(NPR)ની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી 2021ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સેસ 2021ના CMMS પોર્ટલ દ્વારા કરાશે. જેથી વસતી ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપની પ્રસિદ્ધ કરી શકાશે.
Conclusion:ગુજરાતમાં હાથ ધરાનાર વસતી ગણતરીના પ્રથમ તબક્કાની તાલીમ શિબિરનું તા. 18 થી 23 નવેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે, જેનું ઉદઘાટન રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર અને સ્ટેટ કો-ઓર્ડિનેટર (સેન્સસ) આર.જે.માંકડિયાએ કર્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.