ગાંધીનગરઃ ગાંધીનગર શહેરમાં ખુલ્લેઆમ રખડતી ગાયો મોત સમાન ફરતી હોય છે. ત્યારે મહાત્મા મંદિર ખ રોડ ઉપર મોટા પ્રમાણમાં ગાયોના ઝુંડ બેઠેલા જોવા મળતાં હોય છે. તેવા સમયે આજે બપોરના સમયે ખ 3 સર્કલ પાસે મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના પાંચ જેટલા કર્મચારીઓ રખડતી ગાય પકડવા ગયાં હતાં. પરંતુ આ માલધારી દ્વારા આ પાર્ટીના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ગાળો બોલવામાં આવી હતી. જેને લઇને ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ દ્વારા ત્રણ માલધારી વિરુદ્ધ સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.
ગાંધીનગર પાલિકાની ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓને મારી માલધારી ગાય છોડાવી ગયા
ગાંધીનગર મહાનગરપાલિકામાં રખડતી ગાયોનો ત્રાસ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ કામગીરી માટે ઢોર પકડ પાર્ટી રાખવામાં આવી છે, તેની સાથે એસઆરપીની ટુકડી પણ ફાળવવામાં આવી છે. ત્યારે આજે ખ 3 સર્કલ પાસે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ગાય પકડવા ગયાં ત્યારે મહિલા સહિત ત્રણ માલધારી દ્વારા કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો અને અપશબ્દો બોલવામાં આવ્યાં હતાં. આ બનાવને લઇને કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.