ETV Bharat / city

Cattle control bill: ઢોર નિયંત્રણ બિલ બાબતે માલધારીઓ મેદાને, કોંગી ધારાસભ્યો સહિતના લોકો દ્વારા આંદોલનની ચીમકી - Maldhari Samaj Meeting

ગાંધીનગરના ટીટોડા ગામમાં આજે(શનિવારે) માલધારી સમાજની બેઠક(Meeting of Maldhari Samaj) મળી હતી. આ દરમિયાન કોંગ્રેસના વિરોધ વચ્ચે ગૃહમાં બહુમતી સાથે બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બાબતે માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Maldhari Samaj in Gandhinagar: માલધારીઓને ફરજીયાત લાયન્સની જોગવાઈ કરતા માલધારીઓ દ્વારા આંદોલનના ચીમકી

author img

By

Published : Apr 2, 2022, 4:56 PM IST

Updated : Apr 2, 2022, 5:11 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં(Gujarat Assembly 2022) 6 કલાક સુધી રખડતા ઢોર નિયંત્રણ બિલ(Stray Cattle Control Bill) પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ગૃહમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે ગૃહમાં બહુમતી સાથે બિલ પસાર કરવામાં આવ્યું હતું. માલધારીઓને ફરજીયાત ઢોર નિયંત્રણ લાયસન્સની(Mandatory license in gujarat) જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે આજે(શનિવાર) ગાંધીનગરના ટીટોડા ગામમાં માલધારી સમાજની બેઠક(Meeting of Maldhari Samaj) મળી હતી. આ દરમિયાન સરકાર વિરુદ્ધ અને બિલના વિરુદ્ધમાં ગાંધીનગરમાં જ મહા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં 6 કલાક સુધી રખડતા ઢોર નિયંત્રણ બિલ પર ચર્ચા કર્યા બાદ ગૃહે બહુમતીના જોડે અને કોંગ્રેસના વિરોધ વચ્ચે બિલ પસાર કરવામાં આવેલું હતુ.

આ પણ વાંચો: સુરતમાં માલધારીઓ દ્વારા સરકારે પશુ માટે પસાર કરેલા કાયદાનો વિરોધ કર્યો

કોંગ્રેસના ધારાસભ્યો રહ્યા હાજર - ગાંધીનગરના ટીટોડા ગામમાં મળેલી માલધારી સમાજની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડ અને રઘુ દેસાઈ હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષે બિલ બાબતે વિરોધ નોધાવ્યો હતો. આ ઢોર નિયંત્રણ બિલ અમલમાં આવશે ત્યારે કેવી અસર થશે, તે બાબતે માલધારીઓને બેઠકમાં વિગતવાર સૂચનાઓ અને માહિતી કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આપવામાં આવી હતી.

ફરજીયાત લાયન્સની જોગવાઈ માલધારીઓને કરવામાં આવી છે ત્યારે સરકાર વિરુદ્ધ મહા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ગૌચરની જમીનો ઓછી - માલધારીઓની માંગણી(Demand of property owners) હતી કે, સરકાર નવો કાયદો લાવે તે પહેલા પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી ખુબ જ જરૂરી છે. રાજ્યમાં 2303 ગામમાં એક પણ ગૌચર માટેની જમીન(Land for Gaucher) જ નથી. વિધાનસભાની પ્રશ્નનોત્તરીમાં વિગતો સામે આવી છે કે, 9029 ગામમાં લઘુત્તમ કરતા પણ ખુબ જ ઓછુ ગોચર છે. આ સાથે જ માલધારી સમાજ(Maldhari Samaj) દ્વારા ગૌચર જમીનની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ધ્રોલ દુષ્કર્મ મામલે સુરેન્દ્રનગર માલધારી સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

શુ છે નવું બિલ - ગુજરાત વિધાનસભામાં શહેરી વિસ્તાર નિયંત્રણ રાખવા અને ફેરફાર કરવા બાબતના અધિનિયમ 2022નો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે બાબતે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ પ્રમાણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન(Municipal Corporation) અને નગરપાલિકામાં આ કાયદો લાગુ કરવામાં આવશે. આ પશુ પાલકોને લાયસન્સ લેવું ફરજિયાત રહેશે, તેમજ લાયસન્સ વાળી જગ્યા પણ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઇન્સ્પેક્ટર(Inspector at local level) અથવા તો સમકક્ષ અધિકારીઓની નિમણૂક કરીને તે સમયસર ચકાસવામાં પણ આવશે.

વિધાનસભા ચૂંટણી પહેલા માલધારીઓ સરકારની વિરુદ્ધમાં - સરકારના આ કાયદાનો વિરોધ કરવા(Opposition to the law) માટે સમગ્ર ગુજરાતના 3 લાખથી પણ વધારે માલધારી સમાજના લોકો ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરશે. રાજ્ય સરકાર કાળો કાયદો પરત ખેંચે તેવી માંગ કરવામાં પણ આવશે. જો સરકાર નહી માને તો આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાન દ્વારા સરકારને માલધારી સમાજની એકતા અને તાકાતનો પરિચય આપવાની તૈયારી બતાવી છે.

Last Updated : Apr 2, 2022, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.