ETV Bharat / city

Cattle Control Bill: ઢોર નિયંત્રણ બિલ હાલ પૂરતું બિલ મોકૂફ, સરકારની પીછેહઠ

રાજ્યમાં ઢોર નિયંત્રણ બિલ હાલ પૂરતું મોકૂફ રાખવામાં (Cattle control bill postponed) આવ્યું છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માલધારી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Cattle Control Bill: ઢોર નિયંત્રણ બિલ હાલ પૂરતું બિલ મોકૂફ, સરકારની પીછેહઠ
Cattle Control Bill: ઢોર નિયંત્રણ બિલ હાલ પૂરતું બિલ મોકૂફ, સરકારની પીછેહઠ
author img

By

Published : Apr 7, 2022, 1:39 PM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સરકારી બહુમતીના જોરે ઢોર નિયંત્રણ બિલ પસાર કર્યું હતું. જોકે, કોંગ્રેસ અને માલધારી સમાજે આ બિલનો વિરોધ (Protest for Cattle Control Bill) કર્યો હતો. તેવામાં આજે (ગુરુવારે) મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માલધારી સમાજના આગેવાનો વચ્ચે એક કલાક બેઠક (CM Bhupendra Patel and Maldhari community leaders Meeting)યોજાઈ હતી, જેમાં અત્યાર પૂરતું આ બિલ મોકૂફ રાખવાનો નિર્ણય (Cattle control bill postponed) કરવામાં આવ્યો છે.

સરકાર હવે કરશે સરવે

માલધારીઓના વિરોધ વચ્ચે બિલ મોકૂફ - 31 ડિસેમ્બરે રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં શહેરી ઢોર નિયંત્રણ બિલ રજૂ કર્યું હતું. બહુમતીના જોરે આ બિલને પસાર કરવામાં આવ્યું હતું. જે દિવસથી આ બિલ ગૃહમાં પસાર કરવામાં આવ્યું. ત્યારથી જ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ બિલનો વિરોધ (Protest for Cattle Control Bill) કરી રહ્યો હતો. તમામ જિલ્લામાં માલધારી સમાજના આગેવાનો અને યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યા હતા. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 31 જેટલા માલધારીઓએ ઈચ્છામૃત્યુની અરજી પણ કરી હતી. તેવામાં આજે (ગુરુવારે) માલધારી સમાજના આગેવાનો દ્વારા યોજાયેલી બેઠકમાં (CM Bhupendra Patel and Maldhari community leaders Meeting) સરકારે બિલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

સરકાર હવે સરવે કરશે - જોકે, હવે નિર્ણય બાદ રાજ્યમાં બિલ ક્યારે (Cattle Control Bill) લાગુ પડશે. તેની ચોક્કસ તારીખ અને સમય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ બિલ મોકૂફ (Cattle control bill postponed) રાખવામાં આવ્યું છે. તે જ સત્તાવાર જાહેરાત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર હવે આગામી દિવસોમાં રાજ્યના તમામ મોટા શહેરોમાં માલધારીઓના પરિવારનો એક સરવે કરશે. ત્યારબાદ શહેરની બહાર માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થા થયા બાદ જ આ બિલનો ગુજરાતમાં અમલ થશે. તેવી વાત પણ માલધારી સમાજના આગેવાન રણછોડ રબારીએ જણાવી હતી.

આ પણ વાંચો- Laws on Stray Cattle : ભાજપના માલધારી સેલના આગેવાનોએ જ સીએમને મળી કાયદો પાછો લેવા રજૂઆત કરી

બિલ મોકૂફ અને દંડની કોઈ ચર્ચા નહીં - માલધારી સમાજના આગેવાન અને ભાજપના પૂર્વ ધારાસભ્ય રણછોડ રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અત્યારે શહેરી વિસ્તાર નિયંત્રણ બિલ મોકુફ (Cattle control bill postponed) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે દંડમાં કોઈ સુધારાવધારા થાય. તે બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. અત્યારે ફક્ત બીજો મોકો હોવાના કારણે દંડની જોગવાઈ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો, સમગ્ર રાજ્યમાં 50 લાખ જેટલા માલધારીઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક છે. ત્યારે માલધારીઓના મતબેન્કને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આવો નિર્ણય કર્યો હોય તેવું પણ સામે આવી રહ્યું છે..

આ પણ વાંચો- BJP Maha Sammelan 2022: અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાજપનું મહાસંમેલન, 1 લાખ કાર્યકર્તા સાથે કર્યું શક્તિ પ્રદર્શન

શું છે એ નવો કાયદો - ગુજરાત વિધાનસભામાં ગુજરાત શહેરી વિસ્તાર નિયંત્રણ રાખવા અને ફેરફાર કરવા બાબતના અધિનિયમ 2022નો કાયદો (Cattle Control Bill) પસાર કરવામાં આવ્યો છે. આ બાબતે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ પ્રમાણે, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નગરપાલિકાઓમાં આ કાયદો લાગુ કરશે, જેમાં ઢોરમાલિકોએ લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. સાથે જ લાયસન્સવાળી જગ્યા પણ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઈન્સ્પેક્ટર અથવા તો સમકક્ષ અધિકારીઓની નિમણૂક કરીને તે સમયસર ચકાસવામાં પણ આવશે. જ્યારે લાયસન્સમાં વસ્તુઓ રાખવા, શા કારણથી રાખવા તે પણ દર્શાવવું પડશે. જ્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દિશાનિર્દેશ અનુસાર વિધાનસભા ગૃહમાં રજૂ કરાયા હોવાનું નિવેદન પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન રણછોડ રબારીએ નિવેદન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.