ETV Bharat / city

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, નવરાત્રી અને સર્વે બાબતે થશે ચર્ચા - વેકસીનેશન ઝડપી કરવા થશે નિર્ણય

કોરોનોકાળ વચ્ચે આવનારા સમયમાં નવરાત્રી, દિવાળી જેવા મોટા તહેવારોને હવે ગણતરીનાંજ દિવસો બાકી છે ત્યારે કેવા પગલા લેવા તેમજ લોકોને કોરોના વેક્સીનના બંને ડોઝ પુરા પાડવા આવી મહત્વની બાબતો પર કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
author img

By

Published : Sep 22, 2021, 8:51 AM IST

Updated : Sep 22, 2021, 9:41 AM IST

  • રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે કેબિનેટ બેઠક
  • રાજ્યમાં વરસાદ ની પરિસ્થિતિ બાબતે થશે ચર્ચા
  • નવરાત્રી ની મંજૂરી બાબતે પણ થશે ખાસ મહત્વની ચર્ચા
  • રાજ્યમાં વેકસીનેશન વધુ ઝડપી કરવા બાબતે થશે મહત્વના નિર્ણય

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:30 કલાકે બીજી કેબિનેટ બેઠક મળશે જેમાં મળતી માહિતી પ્રમાણે ૧૫ દિવસ બાદ શરૂ થતી નવરાત્રી મહોત્સવ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે સાથે વિધાનસભા સત્ર બાબતે પણ રાજ્ય સરકાર નીતિ તૈયાર કરશે.

નવરાત્રી બાબતે થશે નિર્ણય

મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષપણા હેઠળ કેબિનેટ બેઠક બુધવારે સવારે 10:30 કલાકે મળશે. ત્યારે આ કેબિનેટ બેઠકમાં ૧૫ દિવસ બાદ શરૂ થનારી નવરાત્રીની બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોટા પાર્ટી પ્લોટ અને મોટા આયોજકો દ્વારા નવરાત્રી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે શેરીગરબા માટેની પરવાનગી આપે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. આમ જે રીતે પણ આ કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકાર નવરાત્રી બાબતે મહત્વની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો :ઓવૈસીની મુલાકાત સંદર્ભે કોંગ્રેસના સાંસદ ગિયાસુદ્દીન શેખ સાથે ખાસ વાતચીત

વિધાનસભા સત્ર બાબતે થશે ચર્ચા

મહત્વની વાત કરવામાં આવે તો વિજય રૂપાણીની સરકારમાં ચોમાસા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે વિજય રૂપાણીની સરકારે રાજીનામું આપીને ભુપેન્દ્ર પટેલની નવી સરકાર અત્યારે કાર્યરત છે. ત્યારે વિધાનસભા બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. જેમાં અધિકારીઓ સાથે ખાસ માહિતી પ્રાપ્ત કરીને વિધાનસભાગૃહમાં જે ધારાસભ્ય હતા તે હવે પ્રધાન બન્યા છે. ત્યારે આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો : પંચાયત સેવા પસંદગી બોર્ડ હસ્તકની 16,400 ભરતીઓ 6થી 8 મહિનામાં કરવામાં આવશે

વેકસીનેશન ઝડપી બને તે બાબતે ચર્ચા

રાજ્યમાં મુદ્દા પુરા થયા બાદ નવલી નવરાત્રિ આવી રહી છે અને ત્યારબાદ દિવાળી જેવા મોટા તહેવારો ને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્યમાં વધુમાં વધુ વહેલી તકે વેક્સિનેશન પૂર્ણ થાય તથા ગુજરાતમાં કોરોનાની ત્રીજી રહે ન આવે તે માટે વેક્સિનેશનમાં વધુમાં વધુ નાગરિકોને રસીકરણ કરી શકાય તે બાબતનું પણ ખાસ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આમ હજુ પણ વધુ લોકો કોરોના વેક્સીનના બંને ડોઝ પ્રાપ્ત કરે તે બાબતની આયોજનની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

Last Updated : Sep 22, 2021, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.