ગાંધીનગર : કેબિનેટ બેઠક પૂર્ણ થતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, લૉકડાઉન બાદ પ્રથમ કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે મળી હતી. જેમાં નિસર્ગ વાવાઝોડા બાબતે ચર્ચા કરવામાં આવી છે, નિસર્ગ વાવાઝોડાંની દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રના વિસ્તારમાં અસર થાય તેવી શક્યતા છે. ત્યારે તંત્ર સક્રિય છે. એનડીઆરએફની વધારાની ટીમ પણ ભારત સરકારે ગુજરાતમાં મોકલી છે. આ સાથે જ 5થી 6 કલાક સુધી ભારે પવન અને ભારે વરસાદ થશે તે સ્થિતિને પહોંચી વળવાની કામગીરી કરાઈ છે. ઉપરાંત 50,000થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. સૂરત અને વાપી આસપાસની જે-તે વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ બંધ રાખવામાં આવી છે.
સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટની બેઠક મળી, કોરોનાના અંત વિશે નિતીન પટેલે શું કહ્યું જાણો... - નિસર્ગ સાયક્લોન
કોરોનાની મહામારી બાદ રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અનલૉક-1 અમલ થતાં આજે બુધવારે ફરીથી રાજ્ય સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે નર્મદા હોલ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના વાઇરસ અને નિસર્ગ વાવાઝોડા બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.