ETV Bharat / city

આ વર્ષે નહીં યોજાય વાઇબ્રન્ટ પતંગ મહોત્સવ, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય - International Kite Festival

ઉતરાયણનો તહેવાર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સમગ્ર ગુજરાતમાં રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય

author img

By

Published : Dec 30, 2020, 5:10 PM IST

Updated : Dec 30, 2020, 7:07 PM IST

  • રાજ્ય સરકારે આંતર રાષ્ટ્રીય પતંગમહોત્સવ કર્યો રદ
  • કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
  • દર વર્ષે રાજ્ય સરકાર 10થી વધુ જિલ્લામાં યોજે છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના નિર્ણય બાબતે કેબિનેટના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં આ વર્ષે પતંગ મહોત્સવની ઉજવણી નહિં કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ કોરોના સંક્રમણને કાબુમાં રાખવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. આ ઉપરાંત જો પતંગ મહોત્સવ થાય તો સોશિયલ ડિસ્ટન્સના ચિથરા ઉડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાને લઈ રાજ્ય સરકારે પતંગ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા 10થી વધુ જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે, પરંતું આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પતંગ મહોત્સવ રદ કર્યો છે.

કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય
કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય

ઉત્તરાયણને લઈ રાજ્ય સરકારે ખાસ SOP જાહેર કરે તેવી શક્યતા

અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરમાં 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ધાબા ઉપર વધુમાં વધુ લોકો ભેગા ન થાય તે બાબતે પણ રાજ્ય સરકારે ખાસ SOP જાહેર કરે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જો રાજ્ય સરકાર નવી SOP ફક્ત ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને જાહેર કરશે તો પોલીસને ધાબા ઉપર જઈને ચેકિંગ કરવાની પણ ફરજ પડશે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ પોતાના ધાબા ઉપર જઈને ઉત્તરાયણ ઉજવી શકશે તેવો પણ નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કારફ્યૂ વધી શકે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાત્રી કરફ્યૂં બાબતે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, રાત્રી કર્ફ્યુ અંગેનો નિર્ણય હાઈ પાવર કમિટીમાં કરવામાં આવશે. વર્તમાન સમયમાં રાત્રે 9 વાગ્યાંથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. ત્યારે હવે 1 જાન્યુઆરીથી કરફ્યૂંના સમયમાં ફેરફાર થાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં લગાવવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર અને કોરોનાના કારણે આ વખતે નહીં યોજાય પતંગ મહોત્સવ

રાજ્યમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં દિવસેને દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિ કાબૂ બહાર હતી પરંતુ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે રાત્રે કર્યું મૂકીને પરિસ્થિતિને કન્ટ્રોલમાં કરી છે તે બાબતે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારના લીધેલ પગલા બાબતે સારૂ વલણ દાખવ્યું છે. જ્યારે પતંગ મહોત્સવ આ બાબતે પણ રાજ્ય સરકારને ટકોર કરી હતી ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદમાં યોજવામાં આવતો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

Last Updated : Dec 30, 2020, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.