- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોટું નિવેદન
- ગુજરાત સરકારમાં કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં થાય: પાટીલ
- CM રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં સારુ કામ થઇ રહ્યું છે: પાટીલ
ન્યૂઝ ડેસ્ક : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે, ગુજરાત સરકારમાં કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં થાય. આગામી સમયામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે દરેક પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભાજપમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક બાદ એક સંગઠનની બેઠકોનો દોર યોજાયા બાદ હવે સંગઠનની કામગીરીને વધુ મજબૂત કરવા સાથે સરકારના કાર્યોને પ્રજા સમક્ષ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી કાર્યકર્તાઓ તેમજ પક્ષના આગેવાનોને સોંપવામાં આવી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકારણને લઈ મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે
સી. આર પાટીલે જણાવ્યું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં સારુ કામ થઇ રહ્યું છે.તેમણે કહ્યું કે, ગુજરાત સરકારમાં કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં થાય.આગામી વિધાન સભાની ચૂંટણી કોના નેતૃત્વમાં લડાશે તેને લઈ ગુજરાત ભાજપમાં અનેક અટકળો વહેતી થઈ છે ત્યારે નેતૃત્વ પરિવર્તનને લઈ સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, 2022ની વિધાનસભાની ચૂંટણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાશે. સી.આર.પાટીલે મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે તેવું નિવેદન આપતા જ તમામ અટકળો પર રોક લાગી ગઈ છે.
મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં સારુ કામ થયું : સા.આર પાટીલ
વધુમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં સારુ કામ થયું છે. સાથે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈ જ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવશે નહીં. સી.આર.પાટીલે સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપી હતી.મહત્વનું છે કે,આજે દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સી.આર.પાટીલે દેશવાસીઓને અને ગુજરાતની જનતાને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતીઓને અને દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ આપી
દેશમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશવાસીઓને સંબોધિત કર્યા ત્યારે ગુજરાતમાં પણ આ પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક જિલ્લાઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીની દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ કરવા દેશભક્તના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ ખાતે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું જે બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધિત કરી ગુજરાતીઓને અને દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ આપી હતી.