ગાંધીનગર: અમદાવાદ અને મુંબઈ (bullet train project ahmedabad to mumbai) વચ્ચે PM નરેન્દ્ર મોદીનો બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટ (Bullet Train Project Ahmedabad) કાર્યરત છે. આ માટે અમદાવાદના અનેક વિસ્તારોમાં અને જિલ્લાઓમાં બુલેટ ટ્રેન માટેની જમીન સંપાદન (Bullet Train Project Land Acquisition)ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આજે વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે અમદાવાદ જિલ્લા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન (Land Acquisition in ahmedabad district) અંગેનો પ્રશ્ન કર્યો હતો જેમાં 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિએ આ પ્રોજેક્ટ માટે કુલ 27-15-17 હેકટર આરે. ચોમીનું જમીન સંપાદન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Bullet Train Project: સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી ટ્રાયલ થશે, 520 જેટલા ટાવર ઊભા કરવામાં આવ્યા
હજુ કેટલું સંપાદન બાકી?- ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે કરેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકારે જમીનો અને સંપાદન કરવાની બાકી જમીનોની વિગતો તાલુકાવાર આપી હતી, જે પ્રમાણે
ક્રમ | ક્યાં | સંપાદન થયેલ જમીન | બાકી રહેલ જમીન |
1 | દસક્રોઈ | 9-01-95 | 0-00-0 |
2 | સાબરમતી | 2-80-27 | 0-14-46 |
3 | ઘાટલોડિયા | 9-86-82 | 0-57-57 |
4 | વટવા | 3-54-79 | 0-00-0 |
5 | અસારવા | 1-19-31 | 0-00-0 |
કુલ જમીન સંપાદન બાકી જમીનનું ક્ષેત્રેફળ
0-72-03
કેટલી રકમની ચુકવણી કરાઇ?
1 | દસક્રોઈ | 58.08 કરોડ |
2 | સાબરમતી | 537.53 કરોડ |
3 | ઘાટલોડિયા | 367.22 કરોડ |
4 | વટવા | 14.42 કરોડ |
5 | અસારવા | 131.20 કરોડ |
બરોડા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના જમીન સંપાદનમાં કૌભાંડ- રાજ્યના મહેસૂલ પ્રધાન (Minister of State for Revenue) રાજેન્દ્ર ત્રિવેદીએ 18 જાન્યુઆરી 2022ના રોજ પત્રકાર પરિષદ સંબોધીને નવસારીમાં જમીન સંપાદનના કૌભાંડ (Land acquisition scam In Gujarat)ને ઉજાગર કર્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આવા કુલ 12 જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાઉથ આફ્રિકાથી ખોટા દસ્તાવેજો મંગાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. બરોડા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે અંતર્ગત 12 જેટલા કૌભાંડ સામે આવ્યા છે, જેમાં ખોટા પાવર ઓફ એટર્નીથી લેભાગુ તત્ત્વોએ ખોટા જમીન માલિક દર્શાવીને સીધા બારોબાર સરકાર પાસેથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
ખેડામાં સંપૂર્ણ જમીન સંપાદન કરાઈ- ગુજરાત વિધાનસભાગૃહમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે બરોડા જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના પ્રશ્નમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, બરોડામાં બુલેટ ટ્રેન (bullet train project in vadodara) માટે 105-46-22 જમીન સંપાદન કરવાની થાય છે જેમાં અત્યાર સુધીમાં 103-94-22 હે.આર.ચોમી સંપાદન થઈ છે. જ્યારે ફક્ત 1-52-00 હે.આર.ચોમી જમીન સંપાદન બાકી છે. 882.79 કરોડ ની ચુકવણી કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં 99-00-97 હે.આર.ચોમી સંપૂર્ણ સંપાદન કરી દેવામાં આવી છે અને 306,01,83,967 કરોડ ની ચુકવણી કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લામાં 81-38-25 હે.આર.ચોમી જમીન સંપાદનની સામે 0-18-21 જમીન સંપાદન કરવાની બાકી છે, જ્યારે સંપાદન કરેલ જમીનમાં 416.02 કરોડની રકમની ચુકવણી કરવામાં આવી છે.