- મેવાણીએ ધારાસભ્યોની તમામ ગ્રાન્ટ કોવિડ પાછળ ખર્ચવા સરકારને કરી હતી માંગ
- બનાસકાંઠામાં ઓક્સિજન પ્લાન્ટ માટે મેવાણીએ લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો
- 1 કરોડના ખર્ચે ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કર્યો
ન્યૂઝ ડેસ્ક : વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ( MLA Jignesh Mevani)એ 28 ઓગસ્ટના રોજ કોરોનાની મહામારી (Corona Gujarat ) ની સંભવિત ત્રીજી લહેર સામે પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લાના તેમના મત વિસ્તાર વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant)નું ઉદ્ઘાટન કર્યું હતું. કોરોનાની બીજી લહેર દરમિયાન તબીબી ઓક્સિજનની તીવ્ર અછત અનુભવાયા બાદ તરત જ તેઓ આ સુવિધા સ્થાપવા માટે ફંડ્સ એકત્ર કર્યું હતું.
800 જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ રિફિલની ક્ષમતા
છાપી નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ તકે મેવાણીએ દાવો કર્યો કે, 800 જમ્બો ઓક્સિજન સિલિન્ડરોને રિફિલ કરવા માટે એક દિવસમાં 8 ઘન ટન ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ રાજ્યનો સૌથી મોટો પ્લાન્ટ છે.
સરકારે જીગ્નેશ મેવાણીને મદદ કરતી સંસ્થાનું ખાતુ સિઝ કર્યું
જીગ્નેશ મેવાણીએ આ તકે જણાવ્યું હતું કે, આ માટે મદદ કરતી સંસ્થાનું બેંક ખાતુ સિઝ કરીને સરકારે કિન્નાખોરી રાખી છે. પરંતુ, તેમને યાદ રાખવું જોઈએ કે, ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે તો પ્રજાને ફાયદો થશે. તેમજ સરકારે આ કામમાં રોડા નાખવા જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકારે સજાગ થવુ જોઈએ. વડગામના નાગરિકોએ રાજ્યપાલને પત્ર લખીને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની માંગણી કરી હતી. તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ ન રોકવા સરકારને વિનંતી પણ કરી હતી.
આ પણ વાંચો: