અમદાવાદઃ રાજ્ય સરકાર તહેવારોના સમયમાં દર વર્ષે ગરીબ પરિવારને સસ્તા ભાવે અનાજનું વિતરણ કરે છે. ત્યારે સરકારે હવે તેમાં એક નવો તડકો લગાવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં BPL (Below Poverty Line) કાર્ડધારક પરિવારોને (Good news for BPL cardholders) હવે સિંગતેલ 200 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયામાં વિતરણ કરવાનો નિર્ણય (BPL card holders will be given cheap Edible Oil) કરવામાં આવ્યો હતો.
71 લાખ પરિવારજનોને થશે ફાયદો - ગુજરાત રાજ્યમાં BPL પરિવારની વાત (Good news for BPL cardholders) કરવામાં આવે તો, કુલ 71,00,000 લાખ જેટલા પરિવાર બીપીએલ કાર્ડ ધરાવે છે. આ તમામ BPL કાર્ડધારક પરિવારોને (Good news for BPL cardholders) રાજ્ય સરકાર દ્વારા સસ્તા ભાવે તહેવારોની ઉજવણી કરવા માટે 100 રૂપિયા પ્રતિકિલો સિંગતેલ આપવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા તમામ જથ્થાની ખરીદી પણ કરી લેવામાં આવી છે અને જન્માષ્ટમીના તહેવાર પહેલા આ વિતરણ રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાને શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો-પોરબંદરમાં NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણની અવધીમાં વધારો
કેબિનેટમાં લેવાયો નિર્ણય - રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના પ્રવક્તા પ્રધાન આ બાબતે સત્તાવાર જાહેરાત પણ કરશે અને જન્માષ્ટમીના તહેવાર પહેલાં જ ગરીબ પરિવારને 100 રૂપિયા પ્રતિકિલો શુદ્ધ સિંગતેલનું વિતરણ પણ (BPL card holders will be given cheap Edible Oil) કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે બજારમાં એક કિલો શુદ્ધ સિંગતેલનું પાઉચ 200 રૂપિયાની આસપાસ મળી રહ્યું છે.
દિવાળીના તહેવારમાં આપવામાં આવશે - રાજ્ય સરકાર દર વર્ષે સાતમ-આઠમ એટલે કે, જન્માષ્ટમીના તહેવારમાં રાજ્યના જરૂરિયાતમંદ બીપીએલ પરિવારને સસ્તા ભાવે તેનું વિતરણ (Good news for BPL cardholders) કરવામાં આવે છે. સાથે જ ગરીબ પરિવારને તહેવાર (Good news for BPL cardholders) સારી રીતે ઉજવી શકે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે દિવાળીમાં પણ રાજ્ય સરકાર દ્વારા 71,00,000 ગરીબ પરિવારજનો માટે સસ્તા ભાવની યોજના ફરીથી જાહેરાત થઈ શકે છે. આમ દિવાળીના તહેવારમાં પણ સત્તા ભાવે તેલનું વિતરણ (BPL card holders will be given cheap Edible Oil) કરાશે.