ETV Bharat / city

ગુજરાતમાં પરમીટ સાથે દારૂના વેચાણથી સરકારને કેટલી આવક થાય છે? - Botad Lattha Incident

ગુજરાતના બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં(Rojid Village of Botad District) ઝેરી દારૂ પીવાથી 55ના મોત થયા છે, અને 97 લોકો સારવાર હેઠળ છે. આ ઘટનાના પડઘા ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધી પડ્યા છે. ગુજરાતમાં દારૂબંધી એક નાટક હોવાનું પુરવાર થયું છે, ત્યારે દારુબંધી હોવા સાથે ગુજરાતમાં પરમીટ(Liquor Permit in Gujarat ) સાથે દારૂના વેચાણથી સરકારને અંદાજે 20 કરોડની આવક થાય છે. પરમીટથી દારૂ પર ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ...

ગુજરાતમાં પરમીટ સાથે દારૂના વેચાણથી સરકારને કેટલી આવક થાય છે?

author img

By

Published : Jul 28, 2022, 8:20 PM IST

ગાંધીનગર: ગુજરાતના અમદાવાદ જિલ્લાના બરવાળા(Barwala of Ahmedabad district) ધંધુકા અને બોટાદ જિલ્લામાં(Dhandhuka and Botad districts) લઠ્ઠાકાંડની ઘટના(Botad Lattha Incident) સામે આવી છે. ગુજરાત પોલીસ સફાળી જાગીને તાત્કાલિક ધોરણે ત્રણ કેસ દાખલ કરીને 15 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાતમાં સત્તાવાર રીતે દારૂ પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ રાજ્યસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 19 લાખથી વધુ સત્તાવાર રીતે પરમીટ ઇસ્યુ કરવામાં આવી છે. જ્યારે વિદેશથી આવનારા લોકોને પણ ગુજરાત સરકાર ટુરિસ્ટ પરમિટ આપીને દારૂની સગવડ પૂરી પાડે છે.

કેવી રીતે મળે છે દારૂની પરમીટ - ગુજરાત રાજ્યમાં દારૂની પરમીટની વાત કરવામાં આવે તો જે તે વ્યક્તિએ શહેર અને જિલ્લાના સિવિલ હોસ્પિટલમાંથી ડોક્ટરનું સ્વાસ્થ્ય બાબતનું પ્રમાણપત્ર(મેડિકલ સર્ટિફિકેટ) લેવું પડે છે. જે રોગમાં દારૂના સેવનની જરૂર હોય તેવા રોગ પર જ દારૂની પરમીટ મળે છે. જેના માટે આબકારી વિભાગમાંથી એક ફોર્મ લેવાનું હોય છે. તે ફોર્મ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સમક્ષ મેડિકલની અરજી કરવાની હોય છે. ત્યારબાદ બેકમાં ચલણ ભરીને ડોકટરની કમિટી હેલ્થ ચેક અપ કરીને સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે.

આ પણ વાંચો: લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી

ગુજરાત સરકારનો હાઈકોર્ટમાં જવાબ - ગુજરાત હાઇકોર્ટમાં ભૂતકાળમાં દારૂબંધીના કાયદાને પડકારથી અરજી પણ કરવામાં આવી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, સુપ્રીમ કોર્ટે 1951માં જે દારૂબંધીને બહાલી આપી છે. હવે ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજી હાઇકોર્ટમાં સાંભળી શકાય નહીં. આ કેસમાં રાઇટ ટુ પ્રાઇવેસી(Right to Privacy) હેઠળ ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપવાની માંગણી કરતી પિટિશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. ઘરમાં બેસી દારૂ પીવા પર સરકાર પ્રતિબંધ મૂકી શકે નહીં. જ્યારે નાગરિકોને શું ખાવું અને શું પીવું તે અધિકારનો ભંગ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશથી આવતા લોકોને ગુજરાતમાં દારૂ પીવાની મંજૂરી(Liquor Permission in Gujarat) મળે છે, પરંતુ ગુજરાતના જ લોકોને ઘરમાં દારૂ પીવાની મંજૂરી મળતી નથી. આવો ભેદભાવ રાખી શકાય નહીં. તેની સામે પણ રાજ્ય સરકારે કહ્યું હતું કે, મહિલાઓ અને નાગરિકોના કલ્યાણ માટે દારૂબંધી જરૂરી છે.

અમદાવાદમાં કેટલી પરમીટ - રાજ્યના ગૃહ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં વર્ષ 2017માં 419 સ્વાસ્થ્ય પરમીટ માટેની નવી અરજી આવી હતી. 1041 અરજી અધિનિયમ કરવામાં આવી હતી. જ્યારે 2018માં 226 જેટલી નવી અરજી આવી હતી. 2439 અરજી રીન્યુ કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2019-20માં 1457 જેટલી નવી અરજી આવી હતી. 3,644 અરજીઓને રીન્યુ કરવામાં આવી હતી. આમ વર્ષ 2019-20માં નવી પરમીટની આવક રૂપિયા 87,28,000 થઈ હતી. રીન્યુ થયેલી પરમિટની આવકમાં ત્રણ કરોડ સાત લાખ રૂપિયાની રાજ્ય સરકારને આવક થઈ છે.

ગાંધીનગરમાં અનેક પરમીટ - ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો વર્ષ 2017-18માં 65 જેટલી નવી અરજી આવી હતી. 103 જેટલી અરજી રીન્યુ કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2018-19માં 112 જેટલી નવી અરજીઓ આવી હતી. 215 અરજીઓ રીન્યુ કરવામાં આવી હતી. વર્ષ 2019-20માં 254 અરજી આવી હતી. 208 અરજી રીન્યુ કરવામાં આવી હતી. વર્ષ 2019 20માં નવી પરમીટની આવક(New Liquor Permit Revenue) 21 લાખ 68 હજાર રૂપિયા થઈ હતી. રીન્યુ પરમીટની આવક 30 લાખથી વધુ થઈ હતી. જ્યારે સુરતમાં અને રંગીલા રાજકોટ તથા બરોડામાં પણ અનેક નવી અરજીઓ આવી છે. જ્યારે બરોડામાં નવી અરજી અને નવી રીન્યુ માં એક કરોડ દસ લાખની આવક નોંધાઈ હતી.

આ પણ વાંચો: Botad Lathha Kand: વૃદ્ધ મહિલાની જિંદગીનો છેલ્લી ઘડીનો ટેકો ઝેરી દારૂએ છીનવી લીધો

મહિલાઓ દારૂની શોખીન - ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. ગુજરાતની મહિલાઓ પણ દારૂનું સેવન કરતી હોવાનું સામે આવ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં છેલ્લા ચાર વર્ષમાં મહિલાઓમાં ટકાવારીની દ્રષ્ટિએ દારૂનું સેવન બમણું થયું છે. 1960માં ગુજરાતની સ્થાપના પછી ગુજરાત દારૂબંધીવાળું રાજ્ય ગણવામાં આવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં વર્ષ 2019-20ના અહેવાલમાં ગુજરાતમાંથી કુલ 33,343 મહિલાઓ અને 5,351 પુરુષો NFHS 5 હેઠળ આવરી લેવામાં આવ્યા હતા, જેમાં લગભગ 200 મહિલાઓએ દાવો કર્યો હતો કે, તેઓ દારૂ પીતા હતા. જેમાં 68 મહિલાઓનો વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.