ETV Bharat / city

BMS Protest In Gandhinagar: PM મોદીના આગમન પૂર્વે ગાંધીનગરમાં આંદોલનો શરૂ, ભારતીય મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું - ભારતીય મઝદૂર સંઘની માંગ

ગાંધીનગરમાં ભારતીય મજદૂર સંઘ (BMS Protest In Gandhinagar)દ્વારા પોતાની માંગોને લઇને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. PM મોદી 11 અને 12 માર્ચના ગુજરાત આવવાના છે ત્યારે આ વિરોધ પ્રદર્શનને લઇને સરકાર પણ ચિંતિત છે. તો કોંગ્રેસે પણ 28 માર્ચે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે.

BMS Protest In Gandhinagar: PM મોદીના આગમન પૂર્વે ગાંધીનગરમાં આંદોલનો શરૂ, ભારતીય મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

author img

By

Published : Mar 9, 2022, 6:36 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) છે. તેમના આ પ્રવાસ પૂર્વે ગાંધીનગરમાં આંદોલન (Protest In Gandhinagar) માટે પ્રખ્યાત સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનોનો દોર શરૂ થઇ ગયો છે. આજે ગુજરાત પ્રદેશના ભારતીય મજદૂર સંઘ (BMS Protest In Gandhinagar) દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની વિવિધ માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન (Bharatiya Mazdoor Sangh Protest) યોજવામાં આવ્યું હતું.

વિવિધ માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન.

મજદૂર સંઘની માંગો

ભારતીય મજદૂર સંઘના હજારો લોકો ગાંધીનગર (Bharatiya Mazdoor Sangh Gandhinagar) ખાતે ઉમટી પડ્યા હતા. તેમણે સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગો રજૂ કરી હતી. જેમાં મુખ્ય માંગોમાં આંગણવાડી (Salary of Anganwadi workers gujarat), મધ્યાહન ભોજન બનાવતી બહેનો અને આશાવર્કર બહેનો (Asha Worker Salary In Gujarat)ના પગારમાં વધારો કરવો. કરાર આધારિત નોકરીઓના સ્થાને કાયમી નોકરી આપવી. શ્રમ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ (Vacancies in Labor Department Gujarat) સત્વરે ભરવી. શ્રમ અને રોજગારને લગતા કાયદાઓનું પાલન કરવા જેવી માંગો છે.

આ પણ વાંચો: PM Modi Gujarat Tour: PM મોદી 11 માર્ચે સવારે 11 વાગ્યે પહોંચશે અમદાવાદ, રોડ શૉ સહિતના કાર્યક્રમો જાણો

સમયાંતરે શ્રમ પ્રધાન સાથે ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓની બેઠકની માંગણી

આ ઉપરાંત તેમની માંગોમાં ભારતીય મજદૂર સંઘ (Demand Of Bharatiya Mazdoor Sangh)ના પ્રતિનિધિઓની સમયાંતરે શ્રમ પ્રધાન સાથે બેઠક થાય. નવી રોજગરીઓનું સર્જન કરાય. રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ (State Road Transport Corporation Employees)ને સરકારી કર્મચારી ઘોષિત કરાય. અવસાન પામેલ કર્મચારીના પરિવારને આર્થિક સહાય અને મોંઘવારી ભથ્થુ ચૂકવાય. ભારતીય મજદૂર સંઘને કાર્યાલય ફાળવાય જેવી માંગણીઓ પણ શામેલ છે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit : વડાપ્રધાનના આગમનને લઈને વિધાનસભાનું કામકાજ એક દિવસ બંધ રહેશે

સરકાર સામે પડકારો

વર્તમાન વિધાનસભા સત્ર (Gujarat Assembly 2022)માં વિરોધ પક્ષ સરકારને ઘેરી રહ્યો છે. જ્યારે વડાપ્રધાન ગુજરાત આવવાના છે તે પહેલા સરકાર વિરુદ્ધ આંદોલનો શરૂ થઈ ચૂક્યા છે. કોંગ્રેસ પક્ષે પણ 28 માર્ચે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે. આમ આગામી સમય રાજ્ય સરકાર માટે કપરો સાબિત થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.