- રાજયમાં સુશાસન દિનની ઉજવણી કરાઈ
- 247 સ્થળોએ કૃષિ સહાય અને કૃષિને લગતા કાર્યક્રમો યોજાયા
- ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ગાંધીનગરઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ પક્ષ પર પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે અત્યાર સુધી ખેડૂતો માટે કોઈ જ પ્રકારની કામગીરી કરી નથી. જ્યારે આ જ ગાંધીનગરમાં કોંગ્રેસ સરકારે ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો, જેની ખાંભીઓ આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેથી ગુજરાત કોંગ્રેસને ખેડૂતો મુદ્દે બોલવાનો કોઈ જવાબ નથી. કોંગ્રેસની સરકારે ટેકાના ભાવ પણ આપ્યા ન હતા, જ્યારે અમે વધુમાં વધુ ટેકાના ભાવ આપી રહ્યા છીએ. જ્યારે અતિવૃષ્ટિમાં ખેડૂતોને આર્થિક નુકશાન થયું હતું, તેમાં પણ રાજ્ય સરકારે રૂપિયા 37 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે અને વીમા કંપનીઓને પણ શાઇડ કરી હોવાનું નિવેદન પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.
સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક સહાય જાહેર કરી
સુશાસન દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારે ખેડૂતો માટે પણ અનેક સહાય જાહેર કરી હતી, ઉપરાંત 18,000 જેટલા નાના છૂટક વેપારીઓના શાકભાજી ફળફળાદીમાં તાપ વરસાદ કે અન્ય રીતે થતો બગાડ અટકાવવા માટે પણ વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા એક લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 48 કરોડની સહાય આપવામાં આવી, જ્યારે પશુપાલકોના પશુધનને ઘર આંગણે આરોગ્યની સારવાર મળી રહે તે માટે 150 પશુ દવાખાનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત 30 હજારથી વધુ લાભાર્થીઓને માનવ ગરીમા માનવ કલ્યાણ યોજનામાં સ્વરોજગારી સાધના વિના મૂલ્યે આપવામાં આવી હતી.
દિલ્હીમાં જે થઈ રહ્યુ છે, તે રાજકીય રોટલા સેકવા માટેનું આંદોલન
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણીમાં ખેડૂતોને સંબોધન કર્યું હતું. સાથે જ ખેડૂતો માટે જે કેન્દ્ર સરકાર કૃષિ બિલ લઈને આવી છે તે માટે પણ સવિસ્તાર માર્ગદર્શન અને કાયદો કઇ રીતનો છે તે અંગેની પણ સમજણ આપી હતી. ત્યારે દિલ્હી ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે તે ફક્ત આંદોલન રાજકીય રોટલા શેકવાનું જ આંદોલન ચાલી રહ્યુ હોવાનું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ હતું. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ દિલ્હીમાં જઈને આંદોલનને સમર્થન આપવાની વાત કરી છે, ત્યારે શંકરસિંહ વાઘેલા ને જવાબ આપતા રૂપાણીએ જણાવ્યું હતું કે, મીડિયા અને લોકોમાં છવાઈ જવા માટે લોકો ખોટા પ્રયત્નો કરી રહ્યા છે.