ETV Bharat / city

ભાજપના સાંસદે જ નવરાત્રીનો વીડિયો શેર કર્યો, સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનનું શું..?

રાજ્ય સરકાર દ્વારા મનાઈ ફરમાવાઈ હતી કે, કોઈ જાહેરમાં ગરબા યોજશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એક્શન લેવા પણ પોલીસને સૂચના આપવામાં આવી હતી. પરંતુ નવરાત્રિ દરમિયાન સાંસદના જ ગામમાં સરકારી ગાઈડલાઈન્સનો ભંગ થયો હોય તેવું લાગી રહ્યું. સાંસદ દીપસિંહ રાઠોડે જ જાહેર કરવાનો વીડિયો તેમના ફેસબૂક પર શેર કર્યો હતો.

ભાજપના સાંસદે જ નવરાત્રીનો વીડિઓ શેર કર્યો, સરકારના નિયમના ધજાગરા ઉડયાં?

author img

By

Published : Oct 26, 2020, 7:38 PM IST

  • હિંમતનગરના સાંસદે નવરાત્રિ વીડિઓ ફેસબુક પર લાઈવ કર્યો
  • સરકારે ગરબા યોજવાની ફરમાવી હતી મનાઈ
  • દીપસિંહ રાઠોડે તેમના સોશિયલ એકાઉન્ટમાં ગરબા કર્યાં હતાં લાઈવ
  • હવે સરકાર લેશે પગલાં?

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં નવરાત્રિમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની સાવચેતી રાખવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી નહીં યોજવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યના હિંમતનગરના સાંસદે જ સરકારના નિર્ણયને ઘોળીને પી ગયાં હોય તેવા દ્રશ્યો facebook વીડિયોમાં સામે આવ્યાં છે. આમ આવા વીડિયોને જોઈને હવે રાજ્ય સરકાર તેના પર પગલાં લેશે કે નહીં તે પણ જોવું રહ્યું ? સોશિયલ ડિસ્ટન્સનો મહાભંગ. સાંસદ દીપસિંહ રાઠોડે ફેસબુકના વીડિયોમાં નવરાત્રીના ગરબા લાઈવ કર્યા છે. તેમાં સરેઆમ સામાજિક અંતરનો ભંગ નહીં પરંતુ મહાભંગ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, જાહેરમાં ગરબા કરવા નહીં તેમ છતાં પણ જાહેરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને લોકો ગરબે રમતા પણ જોવા મળ્યાં હતાં.

હિંમતનગરના સાંસદે નવરાત્રી વીડિઓ ફેસબુક પર લાઈવ કર્યો
  • દીપસિંહ રાઠોડના વતન ભાગપુરનો આ વીડિયો હોવાનું અનુમાન

ઉલ્લેખનીય છે કે, ભાજપના સાંસદ દીપસિંહ રાઠોડે દશેરાની રાત્રે ફેસબુક મારફતે ગરબાનો લાઈવ કરીને વીડિયો શેર કર્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવતાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આમ સરકારની ગાઇડ લાઇન સામે ભાજપ સાંસદની હાજરીમાં જ ભંગ થતો હોય તેવો વીડિયો શેર કરીને સરકારના નિયમોની ઐસી કી તૈસી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.