- આપ અને કોંગ્રેસ બાદ છેલ્લે ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો
- ભાજપે અત્યાર સુધી પાટનગરમાં બહુમતી સાથે જીત મેળવી નથી
- વિવિધ વચનો BJP દ્વારા આપવામાં આવ્યાં
ગાંધીનગર : BJPએ સૌથી છેલ્લે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. કેમ કે, આ પહેલાં કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી ચૂક્યો છે. આ નિમિત્તે ચૂંટણી ઇન્ચાર્જ, અમિત ઠાકર, ચૂંટણી પ્રભારી રજનીકાંત પટેલ, શહેર બીજેપી પ્રમુખ રુચિર ભટ્ટ, પૂર્વ મેયર વગેરે હાજર રહ્યા હતાં. જેમાં વિવિધ વચનો ભાજપ દ્વારા આપવામાં આવ્યાં છે.
રસ્તાના કામ, ગટર લાઇનની સુવિધા, સ્ટ્રીટ લાઇટની સુવિધાના વચનો
BJP શહેર પ્રમુખ રુચિર ભટ્ટે કહ્યું કે, 229 કરોડની પીવાના પાણી યોજનાનો શુભારંભ થઇ ગયો છે. આ ઉપરાંત રસ્તાના કામ, ગટર લાઇનની સુવિધા, સ્ટ્રીટ લાઇટની સુવિધા, આરોગ્ય કેન્દ્ર, લાઇબ્રેરી, ગાર્ડન, ધોબીઘાટ, કુડાસણ, રાંદેસણ, રાયસણ, વાવોલ, સરગાસણ, વાસણા, હડમતીયા ગામ સુધી પાણીના સપ્લાયની મુખ્યલાઈન, 18 ગ્રામ પંચાયત ખાતે 19.80 કરોડના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડવાની યોજના અને પ્રગતિ કામો અત્યાર સુધી ચાલી રહ્યાં છે.
ગાંધીનગર આ પહેલાં ધૂળિયું શહેર હતું
ચૂંટણી ઇન્ચાર્જ એવા અમિત ઠાકરે કહ્યું કે, ગાંધીનગર આ પહેલાં ધૂળિયું શહેર હતું. ભાજપ આવ્યાં પછી તેનો વિકાસ કર્યો. પરંતુ રાજ્યમાં ભાજપની જ સરકાર હતી. તો શું પાટનગરમાં BJPનું કોર્પોરેશનમાં કોઈ યોગદાન નથી તે પણ સવાલ છે. ગાંધીનગર પહેલાં થોડી સોસાયટીઓ પૂરતું સીમિત હતું. ગાંધીનગર પાલજથી ખોરજ, રાંધેજાથી કોબા સુધી પાટનગર વિકસ્યું છે. આ ઘોષણા પત્ર જ નહીં સંકલ્પ સિદ્ધિ પત્ર છે. રાંધેજાથી ભાટ સુધી વિશ્વકક્ષાનું સિટી જોવા મળશે. 18 ગામો નવા ઉમેરાયા છે તે ગામોની અપેક્ષાઓ અને ત્યાંનો વિકાસ અર્બન રીતે થાય તે રીતે આગળ વધીશું.
આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ AAPએ કર્યો મેનિફેસ્ટો જાહેર
આ પ્રકારના અન્ય કામો મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરાયાં
ક 7થી રાંધેજા સુધી સ્ટ્રીટ લાઈટ, તમામ વિસ્તારમાં ગટરનું પાણી શુદ્ધ કરી બગીચા, જીઈબી થર્મલ પાવર સ્ટેશન, વૃક્ષ ઉછેર તેમજ અન્ય ઉપયોગી કાર્યો માટે સુએઝ પ્લાન્ટ નિર્માણ કરાશે, વિવિધ સેક્ટરમાં બગીચાનું નવીનીકરણ, 10 જેટલી જર્જરિત પ્રાથમિક શાળામાં નવા રૂમો બનાવવા, નવા વિસ્તારોમાં જીમ સ્વિમિંગ પૂલ બનાવવા સહિતના અન્ય કામો પણ મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા મનીષ સિસોદિયા, ભાજપ-કૉંગ્રેસ પર કર્યા પ્રહાર
આ પણ વાંચોઃ ગાંધીનગરની ચૂંટણી પહેલાં કોંગ્રેસે મેનિફેસ્ટો કર્યો જાહેર