ETV Bharat / city

બિહાર BJPમાં મોટો ફેરફાર : સંગઠન મહામંત્રી નાગેન્દ્રને હટાવાયા, ગુજરાતના દલસાણીયાને જવાબદારી સોંપાઈ

author img

By

Published : Aug 18, 2021, 4:14 PM IST

ઓડિયો વાયરલ થયા બાદ વિવાદમાં આવેલા બિહાર ભાજપના સંગઠન મહામંત્રી નાગેન્દ્ર નાથને હટાવી દેવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાને તેમના સ્થાને નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત, નાગેન્દ્રને પ્રાદેશિક સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના દલસાણીયાને બિહારમાં જવાબદારી સોંપાઈ

  • નાગેન્દ્રનાથને ઓડિયો વાયરલ થતા બિહાર ભાજપમાં વિવાદ
  • સંગઠન મહામંત્રી નાગેન્દ્રનાથને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા
  • ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાને બિહારમાં જવાબદારી સોંપાઈ

પટના : બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 (Bihar Legislative Assembly election) પૂર્ણ થયા બાદ ભાજપમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. હાલ ભાજપ દ્વારા બિહારના સંગઠન મહામંત્રી નાગેન્દ્રનાથને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતના ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાને બિહારમાં સંગઠન મહામંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પ્રદેશ ભાજપ સંગઠનના નવા મહામંત્રી રત્નાકર કાર્યકરો સાથે બેઠક યોજીને કાર્યભાર સંભાળશે

દલસાણિયા બિહારના નવા સંગઠન મહામંત્રી

કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાતના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાને બિહારના સંગઠન મહામંત્રી બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નાગેન્દ્ર નાથ 2011 માં બિહાર આવ્યા હતા. નાગેન્દ્ર નાથે લગભગ 9 વર્ષ સુધી બિહાર ભાજપ માટે સેવા આપી હતી. નાગેન્દ્ર જહાં સવર્ણ જાતિમાંથી આવે છે, જ્યારે ગુજરાતના ભીખુ દલસાણિયા પછાત જાતિમાંથી આવે છે.

નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને કાર્યલયના પ્રભારી અરુણ સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા) એ ભીખુ દલસાણિયાની બિહારમાં ભાજપના પ્રદેશ મહામંત્રી (સંગઠન) તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં મુખ્યપ્રધાનના નામની ચર્ચા, રૂપાણી નહિ તો કોણ ?

ઓડિયો વાયરલ થયા બાદ વિવાદ

ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતાનો ઓડિયો વાયરલ થયા બાદ બિહાર ભાજપમાં વિવાદ સર્જાયો હતો. આ સાથે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર કૌભાંડનો આરોપ હતો. આ ઓડિયોમાં, પ્રદેશ મહામંત્રી ફોન પર કોઈની સાથે વાત કરતી વખતે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને અન્ય હોદ્દેદારો પર કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવી રહ્યા હતા. લગભગ 2 મિનિટના ઓડિયોમાં ભાજપના સંગઠન મહામંત્રી નાગેન્દ્ર નાથ, પછાત સેલના પ્રદેશ પ્રમુખ જયનાથ ચૌહાણ અને પ્રદેશ ભાજપના પ્રવક્તા અરવિંદ સિંહ સામે અભદ્ર વાતો કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.