ETV Bharat / city

મ્યુકરમાઇકોસિસની 50 લાખની બનાવટી દવાના કાળા કૌભાંડનો પર્દાફાશ - ઓરલ સસ્પેન્શન

રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ( Food and Drugs Administration ) બનાવટી દવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો ( Nationwide scam ) પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. અમદાવાદ અને સુરતના વિસ્તારોમાં અલગ અલગ સ્થળે દરોડા પાડીને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે 50 લાખ રૂપિયાની મ્યુકરમાઇકોસિસની ( Mucormycosis )બનાવટી દવા ઝડપી પાડી ઉત્પાદકો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મ્યુકરમાઇકોસિસની 50 લાખની બનાવટી દવાના કાળા કૌભાંડનો પર્દાફાશ

author img

By

Published : Jul 7, 2021, 10:44 PM IST

  • મ્યુકરમાઇકોસિસની બનાવટી દવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ
  • સુરત અને અમદાવાદમાં અલગ અલગ સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
  • તેલંગણામાં બનાવટી દવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ચલાતુ હોવાની પ્રાથમિક માહિતી

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને ગુણવત્તા લક્ષી દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેને ધ્યાને લઇને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ( Food and Drugs Administration ) દ્વારા મ્યુકરમાઇકોસિસ ( Mucormycosis )ની સારવાર માટે વપરાતી દવા ક્યૂવિકોન (CUVICON) બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો ( Nationwide scam ) પકડી પાડવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત વિસ્તારમાં અલગ અલગ સ્થળે દરોડા પાડીને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે 50 લાખ રૂપિયાની કિંમતની પોસાકોનાઝોલ ટેબ્લેટ( Posaconazole Tablets- 100 mg) અને ઓરલ સસ્પેન્શન ( Oral Suspension - 40 mg / ml) બનાવટી દવા પકડી ઉત્પાદકો અને વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યુ હતું.

મ્યુકરમાઇકોસિસની 50 લાખની બનાવટી દવાના કાળા કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Grain scandal: બનાસકાંઠા જિલ્લામાં 10 ટીમોએ શરુ કરી સઘન તપાસ, અનાજ કૌભાંડનો રેલો

બનાવટી દવા તૈયાર કરીને રાજ્યભરમાં થયું વેચાણ

તાજેતરમાં જાહેર કરવામાં આવેલી મહામારી મ્યુકરમાઇકોસિસની સારવારમાં ડોક્ટર દ્વારા લખી દેવામાં આવતી બનાવટી દવા તૈયાર કરીને રાજ્યભરમાં તેનું ડીસ્ટ્રીબ્યુશન થઇ રહ્યુ હોવાની માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે રાજ્યના અલગ અલગ સ્થળે દરોડા પાડી બનાવટી દવાનો જથ્થો પકડી તેને પૃથ્થક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. આ દવા ગવર્મેન્‍ટ એનાલીસ્ટના તા. 6 જુલાઇ 2021થી બનાવટી જાહેર થવા પામી છે. આથી રાજ્યભરમાંથી આ દવાનો 1440 ટેબલેટનો જથ્થો કાયદેસરની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે.

બનાવટી દવાઓનું એ.પી. સેન્ટર હૈદરાબાદ

તેલંગણાના હૈદરાબાદની મે. એસ્ટ્રા ઝેનીક્સ પ્રા. લી. ( astra xenix pvt. ltd.) દ્વારા ઉત્પાદીત CUVICON TABLETS (Posaconazole Gastro-Resistant Tablets 100 mg) અને CUVICON 40 mg/ml Oral Suspension 105 ml દવા કે જેનો 105 MLની એક બોટલનો ભાવ રૂ. 20,500 છે. તેવી શંકાસ્પદ દવાની બોટલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વેચાણ માટે ઉપલબ્ધ આ શંકાસ્પદ દવાના જથ્થામાંથી નમુના લઈ તાત્કાલીક પૃથ્થક્કરણ માટે વડોદરા ખાતે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા ( Food and Drug Laboratory ) મોકલી આપવામાં આવ્યો છે. અન્ય 182 દવાની બોટલના જથ્થાનું વેચાણ તાત્કાલીક બંધ કરાવી કાયદેસરના ફોર્મ-15 હેઠળ નિષેધ કરી દેવામાં આવ્યુ છે.

તેલંગણાના ડ્રગ કન્‍ટ્રોલર સાથે ચર્ચા

તેલંગણાના ડ્રગ કન્‍ટ્રોલર સાથે તંત્રના અધિકારીઓને ટેલીફોનીક ચર્ચા કરતાં જાણવા મળ્યુ હતું કે, ઉત્પાદક દવાના ઉત્પાદન માટેનું પ્રોડક્ટ લાયસન્સ પણ ધરાવતા નથી. આ ઉત્પાદક અને માર્કેટીંગ કરતી હૈદરાબાદની પેઢી મે. Aspen Biopharm Labs Pvt. Ltd દ્વારા આ બનાવટી દવાનું રાષ્ટ્વ્યાપી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાત રાજ્યના અમદાવાદ અને સુરત ખાતે પણ આ બનાવટી દવાનું વેચાણ અલગ અલગ પેઢીમાં કરવામાં આવી રહ્યુ હતુ. જેમાં અમદાવાદ ખાતેની મે. સિધ્ધા ફાર્મસી તથા સુરતના જાંપા બજાર ખાતેની મે. અંબીકા મેડીકલ એજન્સી અને વરાછા રોડ ખાતેની મે. જય અંબે મેડીકો નામની પેઢીઓમાં બનાવટી દવાનું વેચાણ થતું હતુ. આ તમામ દવાઓ અમદાવાદના પાલડી ખાતેની મે. વર્ધમાન ફાર્મા, સાયન્સ સીટી ખાતેની શુકન મેડીકલ એન્‍ડ સર્જીકલ સ્ટોર, સોલા ભાગવત વિધ્યાપીઠ ખાતેની ડેલવીચ હેલ્થકેર એલ.એલ.પી. અને ગાંધીનગરની સેક્ટર ૨૬- GIDC ખાતેની પોલવેટ કેર સહિતની પેઢીઓને સપ્લાય કરવામાં આવી હતી.

આ પણ વાંચો: વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનું કૌભાંડ ઝડપી પાડ્યું, 7 આરોપી ઝડપાયા

સરકારના ડ્રગ્સ કન્‍ટ્રોલર જનરલને જાણ કરાઈ

આ એક રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હોવાથી સમગ્ર કૌભાંડ અંગે ભારત સરકારના ડ્રગ્સ કન્‍ટ્રોલર જનરલને જાણ કરવામાં આવી છે. જેથી તમામ રાજ્યો આ બાબતે ઘટીત કાર્યવાહી કરે તે માટે તેઓ દ્વારા જરૂરી હુકમો જાહેર કરવામાં આવે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સજાગતાથી કામ કરી તેલંગણા રાજ્યના ઉત્પાદક દ્વારા બનાવટી દવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં નકલી સ્ટોક બાબતે તપાસ

સમગ્ર દેશમાં હૈદરાબાદના ઉત્પાદક દ્વારા બનાવટી દવા વેચવામાં આવતા કૌભાંડની તપાસના આદેશ માટે કમિશ્નર ડૉ. એચ. જી. કોશીયાએ તજવીજ હાથ ધરી છે. આ ઉત્પાદક દ્વારા ગુજરાતમાં કેટલી દવાનો જથ્થો ખરીદ અને વેચાણ કરવામાં આવ્યો છે તે અંગેની તપાસ ઔષધ નિરીક્ષક દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ દવાના વેચાણમાં સંડોવાયેલા તમામ દવાના વિતરકો અને મેડીકલ સ્ટોર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા ઔષધ નિરીક્ષકોની ટીમે તપાસનો દોર શરૂ કર્યો છે. આ બનાવટી દવાનું વેચાણ કરતા લોકો વિરુધ્ધ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમ 27 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 10 વર્ષથી લઈને આજીવન કેદની સાથે 10 લાખથી વધુ દંડની સજાની જોગવાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.