ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા રવિવારે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાનના અંગત સચિવ અશ્વિન કુમારે પત્રાકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં વધુમાં વધુ દર્દીઓની ઓળખ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કિસાન યોજના હેઠળ 47 લાખ 81 હજાર ખેડૂતોને રૂપિયા 2000નો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો છે. વધુમાં અશ્વિની કુમારે અનાજ અંગે જણાવ્યું કે, રાજ્યમાં રૂપિયા 1,182 કરોડના ખર્ચે ગરીબોને અનાજ પહોંચાડવામાં આવશે.