ગાંધીનગરઃ પાંજરાપોળના સંચાલકોને કોરોના વૈશ્વિક મહામારીમાં પશુઓ માટે ઘાસચારા સહાય આપવા બાબતે પશુ પ્રત્યે જીવદયાની ભાવના રાખીને રાજ્યની તમામ રજીસ્ટર ગૌશાળા અને પાંજરાપોળોમાં પશુદીઠ પ્રતિદિન રૂપિયા 25 લેખે એપ્રિલ-મે, 2020 દરમિયાન કુલ 61.14 કરોડની સહાય ચૂકવાઇ છે.
જે પૈકી બનાસકાંઠાની ગૌશાળાઓ અને પાંજરાપોળને 10.4 કરોડની સહાય ચૂકવાઇ છે. ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની રજૂઆતને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આગામી ત્રણ મહિના સુધી આ સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રૂપિયા 100 કરોડની સહાય ચુકવાશે. જે પૈકી બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળ અને 16 કરોડ ચૂકવાશે.
આ ઉપરાંત સરકાર દ્વારા પશુઓની તાત્કાલિક સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામાં આવી છે. જો કે બનાસકાંઠાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે ગૌશાળાના નામે ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.